પોલીસ સ્ટેશનમાં આગ લાગતા સ્ટાફ અને આરોપીઓમાં દોડધામ

0
38

વડોદરા,તા.૪
વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેને પગલે સ્ટાફ અને આરોપીઓમાં દોડધામ મચી ગઇ હતી.
પીએસઆઇ ભગવતી રાઠોડની ઓફિસમાં આગ લાગી. આગને પગલે ઓફિસની સામે આવેલી કસ્ટડીમાંથી આરોપીઓને સાવચેતીના ભાગરૂપે બહાર કાઢી લેવામાં આવ્યા. આગની જાણ થતાં જ પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફ દોડી આવ્યો. ઓફિસમાં હાજર સ્ટાફે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. આગ કાબૂમાં ન આવતા ગેઇલ કંપની અને વડોદરાના ફાયર ફાઇટરોની મદદ લેવાઇ. ભારે જહેમત બાગ આગને કાબૂમાં લેવાઇ. આગની ઘટનામાં કોઇ જાનહાની નહીં, પરંતુ નવુ બનાવેલુ ફર્નિચર બળીને ખાખ થઇ ગયું. એફએસએલની ટીમ પોલીસ સ્ટેશન પહોંચી, રિપોર્ટ બાદ જ આગનું ચોક્કસ કારણ બહાર આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY