દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવા માટે સંબંધિત કામો ઝડપથી ચાલી રહ્યા છે.
પ્રોજેક્ટ સાથે જાડાયેલા લોકો હજુ પણ માની રહ્યા છે કે પ્રોજેક્ટને નિર્ધારિત સમય કરતા પહેલા પૂર્ણ કરી લેવામાં આવનાર છે. જમીન અધિગ્રહણને લઇને હાલમાં કેટલીક તકલીફ આવી રહી હોવા છતાં પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાની યોજના છે. જમીન અધિગ્રહણની તકલીફના કારણે અલાઇનમેન્ટ બદલી નાંખવાન શક્યતા પર ચર્ચા ચાલી રહી છે. જા કે પ્રોજેક્ટ સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે અલાઇનમેન્ટને લઇને કોઇ તકલીફ નથી. જમીન અધિગ્રહણ માટે ડિસેમ્બર ૨૦૧૮ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. નિષ્ણાંતોનુ કહેવુછે કે જા આગામ વર્ષના મે મહિના સુધી પણ જમીન મળી જાય છે તો પ્રોજેક્ટ પૂર્ણ રફતાર સાથે આગળ વધશે. કોઇ વિલંબ થવાની શક્યતા હાલમાં તો દેખાતી નથી. પરદા પાછળના કામ ચાલી રહ્યા છે અને તે કામ પૂર્ણ થવા આવ્યા છે.
હવે સામાન્ય લોકોને દેખાય તેવા કામ હાથ ધરવામાં આવનાર છે. કેટલાક કામ શરૂ થઇ ચુક્યા છે. દાખલા તરીકે વડોદરામાં ટ્રેનિંગ સેન્ટર પર કામ ચાલી રહ્યુ છે. સાબરમતીમાં ૭૬ હેક્ટર જમીન પર ડેપો બનનાર છે. આ જગ્યાએ જે માળખા છે તે દુર કરવામાં આવી રહ્યા છે. સાબરમતીમાં જ પેસેન્જર ટર્મિનલ બનનાર છે. ટેન્ડર જાર કરવામાં આવી ચુક્યા છે. જાન્યુઆરીમાં તેના પર કામ શરૂ થઇ જશે. મુંબઇમાં બનનાર ટનલ માટે ટેન્ડર પણ આગામી વર્ષે જાન્યુઆરીમાં બહાર પડી જશે. આગામી વર્ષે જુલાઇ સુધી તમામ કામ ઝડપથ થતા લોકોને દેખાવવા લાગી જશે. જાપાને આ પ્રોજેક્ટ માટે ટાર્ગેટ ડિસેમ્બર ૨૦૨૩ રાખ્યુ છે પરંતુ ભારત સરકાર ૧૫મી ઓગષ્ટ ૨૦૧૫સુધી બુલેટ ટ્રેન દોડાવવા માટેની ઇચ્છા ધરાવે છે.
અમે ૧૫મી ઓગષ્ટ ૨૦૨૨ સુધી લોકો તેમાં મુસાફરી કરી શકે તે માટે આયોજન કરી રહ્યા છીએ. જાપાને નાણાં આપવા માટેની તૈયારી પણ દર્શાવી દીધી છે. હાલમાં કોઇ કંપની ભારતમાં બુલેટ ટ્ેન બનાવતી નથી. જેથી જાપાન કંપનીઓ માટે જ ટેન્ડર જારી કરવામાં આવનાર છે. પરંતુ જે સમજુતી થઇ છે તેમાં ટેકનોલોજી ટ્રાન્સફરન પણ વાત છે. ભારતીય કંપનીઓ આ દિશામાં આગળ આવશે તો જાપાન મદદ કરનાર છે. જેથી ભારતમાં પણ બુલેટ ટ્રેન બની શકશે, ટ્રેક ફિટિંગ, ઇલેક્ટ્રિકલ પોલ, ટ્રાન્સફાર્મર જેવી ચીજા એવી છે જે બુલેટ ટ્રેન માટે જરૂરી છે. આ તમામ ચીજાનુ નિર્માણ ભારતમાં જ કરવામાં આવનાર છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સિન્જા અબે વચ્ચે ઐતિહાસિક દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી જેમાં સંબંધોને નવી ઉંચાઈ ઉપર લઇ જવાના ઇરાદા સાથે અનેક સમજૂતિઓ કરવામાં આવી હતી.
જાપાનના પાટનગર ટોકિયોમાં આ શિખર બેઠક યોજાયા બાદ છ મહત્વની સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને વડાપ્રધાનો વચ્ચે હાઈસ્પીડ ટ્રેન અને નેવી કોર્પોરેશન સહિત છ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન બંને દેશોના સંરક્ષણમંત્રીઓ અને વિદેશ મંત્રીઓ વચ્ચે ૨+૨ મંત્રણાને લઇને પણ સહમતિ થઇ હતી. ગયા રવિવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે યામાન્ચી પહોંચ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાને પોતાના જાપાની સમકક્ષ સિન્જા અબેની સાથે એક્સપ્રેસ ટ્રેન કેજીની મુસાફરી કરી હતી.
બંનેએ યામાનસી સ્થત ઔદ્યોગિક રોબોટ કંપની ફાનુકની ફેક્ટ્રીને પણ નિહાળી હતી. વાપસીમાં ટ્રેનમાં યાત્રા કરી હતી. આ પહેલા દિવસમાં મોદીનું હોટલ માઉન્ટ ફુજી પહોંચ્યા બાદ અબેએ ભવ્ય સ્વાગત કર્યું હતું. બંને નેતા બગીચામાં વાતચીત કરતા નજરે પડ્યા હતા. મોદીએ પોતાના જાપાની સમકક્ષ અબેને બે કલાત્મક ચીજાની ભેંટ આપી હતી. યાત્રા દરમિયાન બુલેટ ટ્રેનના પાસા પર ચર્ચા કરવામાં આવી હત. બુલેટ ટ્રેન મોદીના મહત્વકાંક્ષ પ્રોજેક્ટ તરીકે ગણવામા ંઆવે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને પ્રશ્નો પણ થઇ રહ્યા છે. જમીન અધિગ્રહણના કેટલાક મામલા કોર્ટમાં પહોંચી ગયા છે. જા કે તમામ વિવાદોને સાનુકુળ રીતે ઉકેલીને આ મહાકાય પ્રોજેક્ટ પર આગળ વધવા મનાટે સરકાર ઉત્સુક બનેલી છે. સંબંધિતોની પણ પૂર્ણ તૈયારી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







