હવે પછીની સરકાર ભાજપની હશે,અધિકારીઓ ઈમાનદીરીથી કામ કરવાનું શરુ કરી દે.
કોલકાત્તા,તા.૩૧
થોડાંક મહિના પહેલાં જ તૃણમૂલ કાંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થયેલા મુકુલ રાયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપ મૂકયા છે. એક સમયે મમતાની નજીક રહી ચૂકેલા મુકુલ એ તેમની પાસે અખૂટ સંપત્તિ હોવાનો આરોપ મૂકયો છે. મુકુલ રાયે આરોપ મૂકયો છે કે મમતા બેનર્જી ઇમાનદારીનું પ્રતિક બને છે, પરંતુ તેમની પાસે ૧૨૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમણે આરોપ મૂકયો કે બે દિવસ પહેલાં જ મમતા બેનર્જીના પરિવારના એક ખાનગી કાર્યક્રમમાં હતા, તેમાં મહેમાનોને બોલાવા માટે મોકલવામાં આવેલ એક નિમંત્રણ પત્રની કિંમત ૪૦૦ રૂપિયા હતી.
ભાજપ નેતા આટલાથી જ થોભ્યા નહીં, તેમણે પશ્ચિમ બંગાળના IAS અને IPS અધિકારીઓને કહ્યું કે તેઓ ઇમાનદારીથી કામ કરવાનું શરૂ કરી દે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો રાજ હવે માત્ર ત્રણ વર્ષ જ બચ્યું છે, તમારે લોકોએ તો હજુ નોકરી કરવાની છે.
મુકુલ રોય એ કહ્યું કે નવેમ્બર મહિનાથી લોકસભા ચૂંટણી માટે મોનીટરિંગ શરૂ થશે. બંગાળમાં જે પણ કંઇ ચાલી રહ્યું છે તેનો ભાજપ વિરોધ કરવાનું પણ જાણે છે અને બદલો લેવાનું પણ. ભાજપ આવું ચાલવા દેશે નહીં. દીદીએ ઘોડા ખરીદ્યા છે, પરંતુ થોડા જોઇને ખરીદો દીદી નહીં તો મરી જશે.
મુકુલ રાયે તૃણમૂલ કાંગ્રેસ પર આરોપ મૂકયો કે તેઓ પશ્ચિમ બંગાળમાં બદલાવા લાવવામાં નિષ્ફળ રહ્યા છે. રાયે લોકોને અપીલ કરી કે તેઓ ભાજપમાં સામેલ થાય. આપને જણાવી દઇએ કે મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂર્વ નજીકના સહાયક રાય દિલ્હીમાં ગયા સપ્તાહે ભાજપમાં સામેલ થયા હતા. તેમણે પાર્ટીના રાજ્ય કાર્યકાળમાં સંવાદદાતાઓને કહ્યું હતું કે જે બદલાવ માટે અમે લડ્યા તે પ્રાપ્ત થયો નથી. પરંતુ લોકો બદલાવ ઇચ્છે છે અને ભાજપ વિકલ્પ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



