ઈસ્લામાબાદ,
તા.૧૧/૦૩/૨૦૧૮
પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાઝા મુહમ્મદ આસિફ શનિવારે જ્યારે ભાષણ કરી રહ્યાં હતા. તે દરમયિાન તેનાચહેરા પર ધાર્મિક ઉગ્રવાદી શખ્સ દ્વારા શાહી ફેંકવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની કે જ્યારે તેઓ પંજાબના કોઈ વિસ્તારમાં એક સમ્મેલનને સંબોધિત કરી રહ્યાં હતા.
આ શંકાસ્પદ વ્યક્તિને પાર્ટીના કાર્યકર્તાઓએ પહેલા તેની પીટાઈ કરી અને બાદમાં તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. તેના પર આરોપ છે કે આસિફની પાર્ટીએ સંવિધાનમાં પૈગંબર મોહમ્મદના મહત્વને ઓછુ કરવાની કોશિશ કરી છે. જેથી કરોડો પાકિસ્તાનિઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
આસિફ પોતાના ગૃહજનપદ (લાહોરથી લગભગ ૧૦૦ કિમી દુર) સિયાલકોટમાં પીએમએલ-એનના કાર્યક્રતાઓને સંબોધન કરી રહ્યાં હતાં. તે સમયે તેની નજીક ઉભેલા એક આધેડ ઉમરના અને લાંબી દાઢી વાળા વ્યક્તિએ તેના પર શાહી ફેંકી હતી.
જે બાદ એ વ્યક્તિને કાર્યકર્તાઓએ પકડી લીધો હતો. અને તેની ધોલાઈ કરી હતી. જા કે વિદેશમંત્રી પોતાનો ચહેરો સાફ કરીને ફરી ભાષણ કર્યું હતું, આસિફે કહ્યું કે હું એ વ્યક્તિને નથી જાણતો, પરંતુ એવુ લાગે છે કે વિપક્ષની પાર્ટીએ તેને આવુ કરવા માટે પૈસા આપ્યા હશે. મેં એ વ્યક્તિને માફ કરી દીધો છે. સિયાલકોટ પોલીસે આ વ્યક્તિની ઓળખ ફૈઝ રસૂલના રૂપમાં કરી છે. જા કે ફેઝે બતાવ્યું કે તેનો સંબંધ કોઈ રાજનૈતિક પાર્ટી સાથે નથી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"