સુરત,તા.૨
સુરતની ઓળખ સમાન કેબલ બ્રિજ ખુલ્લો મુકાયાના પહેલા બે કલાકમાં જ એક લાખથી વધુ વાહનો પસાર થઈ ગયાં હતા. આ સમય દરમિયાન લોકો બ્રિજ નિહાળતા હોવાથી ગતિ તદ્દન ધીમી હોવા છતાં એક લાખ વાહનો પસાર થઈ ગયાં હતા. લોકાપર્ણ થાય તે પહેલાં જ લોકો બ્રિજ પરથી પસાર થવા માટે લાઈન લગાવી બેઠા હતા. કેબલ બ્રિજ જાવાની સુરતીઓની ઉત્કંઠાના કારણે કેબલ બ્રિજ પર દિવસ દરમિયાન સતત વાહન પસાર થતાં જાવા મળ્યા હતા.
ભારતનો બીજા અને ગુજરાતનો પહેલો કેબલ બ્રિજ સુરતમાં ગુજરાતના મુખ્યમંત્રીએ ખુલ્લો મુક્્યાની ગણતરીની મિનીટોમા જ ટ્રાફિક જામ થઈ ગયો હતો. સુરતીઓ કેબલ બ્રિજ પર લટાર મારવા માટે ઉતાવળા બન્યા હોવાથી લોકાપર્ણના પહેલા બે કલાકમાં જ એક લાખથી વધુ વાહનો પસાર થઈ ગયાં હતા. જાકે, સુરતના આ કેબલ બ્રિજ પર લોકો પહેલી વાર આંટો મારતાં હોવાથી વાહનોની સ્પીડ ચાલતા હોય એટલી જાવા મળી હતી. આટલી ધીમી ઝડપ છતાં એક લાખ વાહનો પહેલા બે કલાકમાં જ પસાર થઈ ગયાં હતા.
મુખ્યમંત્રી લોકાપર્ણ કહે તે પહેલાં જ બ્રિજ પર આવવા માટે વાહન ચાલકો કતારમાં ઉભા રહી જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. બ્રિજ ખુલ્લો મુકાયાની દસથી પંદર મિનીટમાં જ ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યાર બાદ પણ સુરતીઓ બ્રિજ જાવા માટે વાહન લઈ આવતા આખો દિવસ આ કેબલ બ્રિજ વાહનોથી ધમધમતો જાવા મળ્યો હતો. દિવસ દરમિયાન વાહન ચાલકોની સખ્યા કરતાં રાત્રીની લાઈટીંગમાં વાહન ચાલકોની સંખ્યામાં વધારો થાય અને ટ્રાફિક સમસ્યા ઉભી થાય તેવી શક્્યતા વ્યક્ત થઈ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



