રામમંદિર નિર્માણ મુદ્દે સરકાર કાયદો લાવે વિરોધ નહિ કરીએ : ઈકબાલ અંસારી

0
6

લખનઉ,તા.૨૦
રામમંદિર નિર્માણની દિશામાં મુસ્લિમ પક્ષકાર ઈકબાલ અંસારીએ મોટું નિવેદન આપ્યું છે. ઈકબાલ અંસારીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે કાયદાનું સમર્થન કર્યું છે. અંસારીએ કહ્યું છે કે રામમંદિર નિર્માણ માટે સરકાર કાયદો લાવશે, તો તેમને આની સામે કોઈ વાંધો નથી. તેઓ આ મામલામાં રાજકીય વિવાદનો અંત ઈચ્છી રહ્યા છે. રામમંદિરના પૂજારી સત્યેન્દ્રદાસે પણ અંસારીના નિવેદનને ટેકો આપ્યો છે. અંસારીનું નિવેદન ચોંકાવનારું છે અને મહત્વપૂર્ણ પણ છે કારણ કે અંસારી આના પહેલા રામમંદિર વિવાદનું સમાધાન સુપ્રીમ કોર્ટ દ્વારા કરવાની વાત કહેતા રહ્યા છે.
એક અંગ્રેજી ચેનલ સાથેની વાતચીતમાં ઈકબાલ અંસારીએ કહ્યું છે કે રામમંદિર નિર્માણ માટે સરકારે લોકસભામાં ખરડો લાવવો જાઈએ અને તેણે બિલના માધ્યમથી આ મામલાને સમાપ્ત કરવો જાઈએ. સરકાર જા કાયદો બનાવે છે. તો તેમને કોઈ વાંધો નથી. તેઓ એકલા કાયદાને રોકી શકશે નહીં. ભાજપ સરકાર સારું કામ કરી રહી છે. તેઓ તેના વખાણ કરે છે. અંસારીએ કહ્યું છે કે અયોધ્યામાં જે રાજનેતા ધરણા-પ્રદર્શનો કરવા માટે આવે છે. તેઓ પોતાનો ઉદેશ્ય જણાવે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. અયોધ્યામાં ભીડ એકઠી થાય છે અને કોઈ કામ બગડી જાય તો લોકો શું કરશે? અંસારીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા રામમંદિરના પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું છે કે અંસારીએ જે કહ્યું છે. તેનું તેઓ સ્વાગત કરે છે.
સરકારે જેમ બને તેમ ઝડપથી કાયદો બનાવીને રામમંદિરનું નિર્માણ કરાવવું જાઈએ. ઈકબાલ અંસારીના પિતા હાશિમ અંસારીએ પણ અયોધ્યા વિવાદના ઉકેલની પહેલ કરી હતી. પરંતુ તેઓ આમા સફળ રહ્યા ન હતા. ઈકબાલ અંસારીનું નિવેદન સ્વાગત યોગ્ય છે. તેમને લાગે છે કે તેમના નિવેદનની અસર સરકાર પર પણ પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY