લંડન,તા.૧૪
બ્રિટનના વેસ્ટમિન્સ્ટરમાં સંસદ ભવનના પરિસર પાસે મંગળવાર સવારે ૭ઃ૩૭ વાગ્યા એક કાર મોટા સ્ટીલના સુરક્ષા અવરોધકો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્યાંથી પસાર થતા લોકો ઘવાયા હતા. સ્કોટલેન્ડ યાર્ડે આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે સશસ્ત્ર પોલીસ દળે તરત જ પુરૂષ કારચાલકની ધરપકડ કરી હતી. જા કે અત્યાર સુધી મેટ્રોપોલિટન પોલીસે પુષ્ટિ નથી કરી કે આ કોઇ હુમલો હતો કે કોઇ આંતકવાદ સંગઠન સાથે સંકળાયેલ ઘટના હતી.
સૂત્રો મુજબ પોલીસ અધિકારી હાલમાં પણ ઘટનાસ્થળે હાજર છે અને પાર્લામેન્ટ સ્ક્વેરની આસપાસનો વિસ્તારની કડક ઘેરાબંધી કરાઇ છે. પ્રત્યક્ષ જાનારા લોકોએ પોલીસને જણાવ્યું કે કાર જાણી જાઇને અવરોધકો સાથે અથડાવામાં આવી હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




