આજે નવા વેગડવાવ શ્રીજીનગર ગામના ખેડૂતો દ્વારા મામલતદારને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું… અને જણાવ્યું કે ધ્રાંગધ્રા કેનાલશાખા નહેરની પેટા કેનાલ નં માલણીયાદ D-17 કેનાલ શક્તિનગર ગામ પાસે પસાર થતી હોય ત્યાં. રેલવે નું નાળા નું કામ છેલ્લા 8 વર્ષો થી બંધ હોય તેનો કોન્ટ્રાક્ટ અપાઇ ગયો હોય તેમ છતાં તેનું કામ પૂર્ણ કરેલું નથી ..

આથી આજુબાજુ ના 8 ગામના ખેડૂતો માટે જમીન ની સિંચાઇ માટે પાણી ની અન્ય કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને નાતે તેમજ ત્યાં બોરવેલ માં પાણી ખુબ જ ખારું હોય પાક લેવામાં મુશ્કેલી ઊભી થઈ છે અને છેલ્લા કેટલાક સમયથી વરસાદ પણ અનિયમિત હોય ખેડૂતો ની હાલત ખરાબ થઈ છે .. આથી હવે જલ્દી નાળા નું કામ પૂર્ણ કરી ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન તેમજ આત્મવિલોપન કરવામાં આવશે………….
મયુર રાવલ હળવદ,9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






