ન્યુ દિલ્હી,તા.૧૧
આ કોઇ બોલીવુડની એક્શન મુવી નથી જેમાં કોઇ રોકડ, એન્ટિક પીસ કે પછી લક્ઝુરીયસ કારની ચોરી કર્યા બાદ અંતમાં ચોર તેની પ્રિયતમા સાથે જીવન માણવા નીકળી પડે. આવું માત્ર ધૂમ જેવી ફિલ્મોમાં જ શક્્ય બને છે.
પરંતુ રીયલ લાઇફ રીલ લાઇફ કરતા ઘણી અલગ છે. ઉત્તર દિલ્હીના નંદ નગરીમાં રહેતા ૨૯ વર્ષીય સફ્રુદિનનો પોલીસે ૫૦ કિલોમીટર સુધી પીછો કર્યા બાદ તેને જેલમાં ધકેલવામાં સફળતા મળી છે. દિલ્હી પોલીસે સફ્રુદિનની ૫૦૦ જેટલી હાઇ-ટેક કારોની ચોરી કરીને પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાં વેચવાના ગંભીર ગુનામાં ધરપકડ કરી છે.જા કે તેના નામે એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
પાંચ વર્ષના ગાળામાં આરોપી હૈદરાબાદથી દિલ્હી પ્લેનમાં આવતો, પોતાના ગુનાને અંજામ આપી તે પાછો હૈદરાબાદ જતો રહેતો જેના કારણે તે ક્્યારેય પોલીસના સકંજામાં આવ્યો ન હતો. પોલીસને આપેલા પોતાના નિવેદનમાં સફ્રુદિને જણાવ્યું કે દર વર્ષે ૧૦૦ હાઇ-ટેક લક્ઝુરીયસ કારો ચોરવાનો તેનો ટાર્ગેટ રહેતો અને પછી તે ચોરીની ઘટનાને અંજામ આપતો હતો.
ડીસીપી રાજેશ દેવેએ જણાવ્યું કે પોતાના સફરમાં તે એક લેપટોપ અને હાઇ-ટેક સાધનો રાખતો જેની મદદથી ટાર્ગેટ કરેલી કારોના સોફ્ટવેર, જીપીએસ અને સેન્ટ્રલાઇઝ લોકિંગ સીસ્ટમને તોડતો. ૩જી ઓગસ્ટે ઇન્સપેક્ટર નીરજ ચૌધરી અને સબ- ઇન્સપેક્ટર કુલદીપની ટીમે ગગન સીનેમા નજીક એક કારને ઉભી રાખવા નિર્દેશ કર્યો. તેનો ડ્રાઇવર સફ્રુદિન હતો લગભગ ૫૦ કિલોમીટર સુધી પીછો કર્યા બાદ પ્રગતિ મેદાન પર તેની ધરપકડ કરવામાં આવી.
અગાઉ ૫ જૂને સફ્રુદિન અને તેના ચાર સાગરીતોએ વિવેક વિહારમાં પોલીસ સાથેની અથડામણમાં ગોળીબાર કર્યો હતો. જેમાં નૂર મહોમ્મદ નામના સાથી માર્યો ગયો હતો અને રવી કુલદીપને પોલીસે ઝડપી લીધો હતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




