પટના,તા.૧૭
મુઝફ્ફરપુર બાલિકા ગૃહ કાંડમાં હવે સીબીઆઈ તપાસનો રેલો બિહાર સરકારના પૂર્વ સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્મા સુધી પહોંચ્યો છે. સીબીઆઈ ટીમે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસને લઈને શુક્રવારે મંજૂ વર્માના પટના અને બેગૂસરાય સ્થિત નિવાસ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈની તપાસને પગલે ખળભળાટ મચી ગયો છે.
બિહારના મુઝફ્ફરપુરમાં શેલ્ટર હોમમાં ૩૪ યુવતીઓ સાથે બળાત્કારનો ચોંકાવનારો ખુલાસો થયા બાદ રાજકારણ ગરમાયું છે. તાતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સિસ (ટીઆઈએસએસ)ના રિપોર્ટ બાદ આ ચોંકવાનારી ઘટના બહાર આવી હતી.
દબાણ વધતા નીતિશ સરકારે આ કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. સાથે જ સરકારે સમાજ કલ્યાણ વિભાગના સહાયક નિર્દેશક દેવેશ કુમારની હકાલપટ્ટી કરી હતી. આ ઉપરાંત ભોજપુર, મુંગેર, અરરિયા, મધુબની અને ભાગલપુર સામાજિક કલ્યાણ વિભાગના સહાયક નિર્દેશકોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કેન્દ્રની મંજૂરી બાદ હવે સીબીઆઈ આ ઘટનાની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીએ બ્રજેશ ઠાકુરના પુત્રની પણ આ સંદર્ભે પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારીઓએ શહીદ ખુદીરામ બોઝ સેન્ટ્રલ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં બ્રજેશ ઠાકુરની તલાશી લેવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શેલ્ટર હોમના કથિત મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર પાસેથી આ અંગેના કેટલાક દસ્તાવેજા મળી આવ્યા હતા. આટલું જ નહીં તેની પાસેથી ૪૦ ફોન નંબર મળ્યા તા. આ નંબરોમાં બિહારના એક મંત્રીનો પણ નંબર હતો. બ્રજેશ પાસેથી દસ્તાવેજ મળ્યા બાદ ફરત પર તૈનાત ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"








