બેન્કિંગ સેક્ટરનું ધિરાણ ૧૨.૭% રૂ.૮૬.૭૯ લાખ કરોડ : આરબીઆઈ

0
761

ન્યુ દિલ્હી,તા.૧૭
રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ ત્રીજી ઓગસ્ટના રોજ પૂરાં થયેલા સપ્તાહના અંતે ભારતના બેન્કિંગ સેક્ટરનું કુલ ધિરાણ ૧૨.૭ ટકા વધીને રૂ. ૮૬,૭૯,૭૪૧ કરોડ નોંધાયું છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાનગાળામાં બેન્કોએ આપેલા ધિરાણનું મૂલ્ય રૂ. ૭૭,૦૧,૯૨૬ કરોડ હતું.
આમ તો પખવાડિક સરખામણીએ પણ બેન્ક ક્રેડિટમાં પોઝિટિવ ગ્રોથ જાવા મળ્યો છે. અગાઉ ૨૦મી જુલાઇના રોજ સમાપ્ત થયેલા પખવાડિયાને અંતે બેન્કિંગ સેક્ટરનું ટોટલ ક્રેડિટ ૧૨.૪૪ ટકા વધીને રૂ. ૮૬,૧૩,૧૬૪ કરોડ થયું હતું. આ સમિક્ષાધીન સમયગાળાની અંદર ભારતીય બેન્કિંગ સેક્ટરની કુલ થાપણો ૮.૨૧ ટકાના વધારામાં રૂ. ૧,૧૫,૮૩,૦૫૮ કરોડ થઇ છે જે વર્ષ પૂર્વે રૂ. ૧,૦૭,૦૪,૧૧૨ કરોડ નોંધાઇ હતી.
આ સાથે ગત જૂન મહિનામાં બેન્કિંગ સેક્ટરના નોન-ફૂડ ક્રેડિટમાં ૧૧.૧ ટકાની વૃદ્ધિ જાવા મળી છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં તે ૪.૮ ટકા જ વધ્યું હતું. તેવી જ રીતે કૃષિ અને તે સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં બેન્કોના ધિરાણ કામકાજમાં વર્ષ પૂર્વેના ૭.૫ ટકાની સામે ચાલુ વર્ષે ૬.૫ ટકાનો વધારો થયો છે. ઉપરાંત પર્સનલ લોન સેગમેન્ટનો ગ્રોથ ૧૭.૯ ટકા નોંધાયો છે જે વર્ષ પૂર્વે ૧૪.૧ ટકા હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

%MCEPASTEBIN%

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY