મુંબઈ,તા.૨૩
ભાજપ સાથે રહીને પણ ભાજપ સામે બાંયો ચઢાવનાર શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયા છે.
એક તરફ એકલા હાથે ચૂંટણી લડવાના મૂડમાં દેખાતા ઉધ્ધવ ઠાકરે પર તેમની જ પાર્ટીના સાંસદોએ લોકસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન કરવા દબાણ વધાર્યુ છે.
એવુ કહેવાય છે કે શિવસેનાના ૧૮ સાંસદો પૈકી એક મોટુ જુથ અને મહારાષ્ટ્ર સરકારના શિવસેનાના ચાર મંત્રી ગઠબંધનની તરફેણમાં છે.
જોકે એક ચેનલ સાથેની વાતચીતમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ભાજપ સાથે જાડાણની વાતને રદિયો આપતા કહ્યું હતુ કે લોકસભામાં કોઈ પાર્ટીને બહુમતિ મળે તેમ લાગતુ નથી.આ સંજાગોમાં ભાજપ તરફથી જા નીતિન ગડકરી પીએમ પદના ઉમેદવાર હશે તો શિવસેના સમર્થન કરશે.ભાજપ માત્ર પોતાના માટે વિચારે છે અને અમે પણ પોતાના માટે વિચારી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





