સુરત,તા.૧૮
૮મી નવેમ્બર ૨૦૧૭ના રોજ ચલણમાંથી રદ્દ થયેલી ૫૦૦ અને ૧૦૦૦ના દરની જૂની નોટોની અદલાબદલીનો ખેલ હજુ ચાલી રહ્યો હોય તેવું સામે આવ્યું છે. વેસુ વીઆઈપી રોડ પર જૂની નોટ બદલવા આવેલી એક કારમાંથી પોલીસે ૩ કરોડ ૩૭ લાખની જૂની ચાલણી નોટો સાથે ૩ જણાને ઝડપી લીધા હતાં. અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વીઆઇપી રોડ પરથી પસાર થતી ઇÂન્ડકા કાર(જીજે ૫ સીજી)માં નોટો બદલવા માટે આવી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે ખટોદાર પોલીસે વોચ ગોઠવી ઓપરેશનને સફળ બનાવ્યું હતું. ખટોદરા પોલીસે આ ઓપરેશનમાં કારમાંથી ૧૦૦૦ ના દરની અને ૫૦૦ ના દરની નોટોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની કિંમત જે તે વખતે ચલણ પ્રમાણે ૩ કરોડ ૩૭ લાખની હતી. પોલીસે જૂની ચલણી નોટના જથ્થા સાથે ત્રણ લોકોને ઝડપી પાડ્યાં હતાં. જૂની નોટો સાથે ઝડપાયેલા ત્રણેયની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓ આ જૂની ચલણી નોટ કોને આપવાના હતાં અને બદલમાં કેટલા રૂપિયા લેવાના હતા તે સહિતની બાબતોની તપાસ પોલીસે શરૂ કરી છે.
પોલીસે કારની તપાસ કરતાં જૂની ૫૦૦ના દરની કુલ નોટ ૨૪ હજાર જેની કિંમત ૧ કરોડ ૨૦ લાખ થાય છે. તથા રૂપિયા ૧૦૦૦ના દરની કુલ નોટ ૨૧ હજાર ૬૦૦ જે કુલ ૨ કરોડ ૧૬ લાખની થાય છે. તેમજ મોબાઈલ ફોન નંગ ૩, ટાટા ઈન્ડિકા કાર સહિતનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો.
રદ્દ થયેલી ચલણી નોટ સાથે ગંગાસિંગ ખીમસિંગ રાજપૂત(ઉ.વ.આ.૩૩) રહે આશાપુરી ગોપાલાનગર બારડોલી, શેખ લતીફ શેખ રફિક (ઉ.વ.આ.૩૦) રહે આશિયાના નગર ગાંધી રોડ બારડોલી અને મોહમ્મદ જાવેદ મોહમ્મદ અલી શેક (ઉ.વ.આ.૩૦) ઉમરવાડા ટેનામેનટ સલાબતપુરા સુરતને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



