ઈમરાન ખાનની શપથવિધિ પહેલા પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં બેફામ ફાયરિંગ કર્યુ

0
27

શ્રીનગર,તા.૧૮ ઈમરાન ખાનની શપથવિધિ પહેલા પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના તંગધારમાં પોત પ્રકાશ્યુ હતું. પાકિસ્તાને એલઓસી પર તંગધાર સેક્ટરમાં બેફામ ફાયરિંગ કર્યુ હતું, પાકિસ્તાને ભારતીય ચોકીને નિશાન બનાવી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ. ભારતે પણ પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોજ જવાબ આપ્યો છે.
શુક્રવારે પણ પાકિસ્તાને તંગધારમાં ફાયરિંગ કર્યુ હતું. તો વળી હંદવાડામાં સેના અને આતંકવાદી વચ્ચે થયેલી અથડામણમાં એક જવાન શહીદ થયા હતા. હંદવાડામાં ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ હતી.
સેનાના જવાન પર આતંકીઓએ ફાયરિંગ કરતા સેનાએ આતંકવાદીઓને વળતો જવાબ આપ્યો હતો. ગુરૂવારે પણ હંદવાડામાં આતંકવાદી અને સેના વચ્ચે અથડાણ થઈ હતી, જેમા ચાર જવાન ઘાયલ થયા હતા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY