લંડનમાં લક્ઝુરિયસ લાઇફ જીવી રહ્યો છે ભાગેડુ નિરવ મોદી : કોંગ્રેસ બોલી મોદી હૈ તો મુમકિન હૈ

0
4

લંડન,તા.૯
પંજાબ નેશનલ બેંકનું કરોડોનું કૌભાંડ કરીને દેશમાંથી ભાગી જનાર નીરવ મોદીને ભારત સરકાર છેલ્લા ઘણા સમયથી શોધી રહી છે. પરંતુ તે લંડનના રસ્તાઓ પર બેફિકર થઈને ફરતો જાવા મળ્યો છે. ભારતીય બેંકોના ૧૩ હજાર કરોડનું દેવું કરીને નાસી છૂટેલો હીરાનો વેપારી પેહલી વખત કેમેરામાં કેદ થયો છે. વધારેલી દાઢીમાં નીરવ મોદી બેફિકર-બિંદાસ અંદાજમાં જાવા મળ્યો. તાજેતરમાં તે લંડનમાં આૅક્સફોર્ડ સ્ટ્રીટ પાસે આવેલા ૭૩ કરોડ રૂપિયાના લક્ઝુરિયસ ફ્લેટમાં રહી રહ્યો છે. મીડિયાના જણાવ્યા અનુસાર નીરવે લંડનમાં ત્રણ બેડરૂમનો આ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. જેનું ભાડુ પ્રતિ મહીને ૧૫ લાખ જેટલું હોઈ શકે છે.
નીરવ મોદીના ચહેરા પર એ વાતનો જરા પણ ડર નથી દેખાયો કે ભારત સરકાર તેને શોધી રહી છે. એક અંગ્રેજી છાપાના પત્રકારે રસ્તા વચ્ચે જ નીરવ મોદીને ઘણા બધા સવાલો પૂછ્યા. પત્રકારના દરેક સવાલના જવાબમાં નીરવ મોદીએ ફક્ત ‘નો કમેન્ટ- નો કમેન્ટ’ જ બોલતો રહ્યો. નીરવ મોદીનો વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે ભાજપ સરકારને બધી જ બાજુએથી સાણસામાં લઈને તેમના પર પ્રશ્નોનો મારો ચલાવ્યો છે.
પત્રકારે જ્યારે લંડનમાં નીરવ મોદીને પ્રશ્ન પૂછયો કે તમારી ઉપર કેટલાંય લોકોનું ઘણું બધુ દેવું છે, આ અંગે તમે શું કહેશો. નીરવે ‘નો કોમેન્ટ’માં જવાબ આપ્યો. પછી પૂછયું કે તમે જેમના પૈસા લીધા છે તે તમને શોધી રહ્યા છે, તેના જવાબમાં નીરવ મોદીએ ‘સોરી, નો કમેન્ટ’ કહ્યું. તેમને પૂછયું તો તમારો લંડનમાં કેટલાં દિવસ સુધી ઇરાદો છે. તેનો જવાબ તેમણે આપ્યો નહીં. સંવાદદાતાએ પૂછયું કે તમાપા મિત્રો કે સહયોગીઓ અંગે કંઇ કહી શકો છો, તેનો જવાબ મોદીએ કંઇ આપ્યો નથી. શું તમે હજુ પણ હીરાનો વેપાર કરી રહ્યા છો. અંતમાં સંવદદાતાને કોઇપણ પ્રશ્નનો જવાબ આપ્યા વગર નીરવ મોદી ટેક્સી લઇને નીકળી ગયો.
કોંગ્રેસે મોદી પર આરોપો લગાવતા કહ્યું કે, ‘લંડનના પત્રકાર નીરવ મોદીને પકડવામાં સફળ રહ્યા તો મોદી સરકાર કેમ નીરવ મોદી સુધી નથી પહોંચી શકતી? વડાપ્રધાન મોદી કોઈને બચાવવા માટેની કોશિશ કરી રહ્યા છે. પીએમ મોદી નીરવ મોદીને બચાવી રહ્યા છે કે તેને ભગાડનારા લોકોને બચાવી રહ્યા છે.’કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરેજવાલાએ પણ મોદી સરકાર પર કટાક્ષભર્યું ટ્‌વીટ કરીને કહ્યુંકે, ‘મોદી છે તો બધું જ શકીય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY