દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ બદ્રીનાથ મંદિરમાં દર્શન કર્યા

0
10

મંદિર સમિતિને ૨ કરોડ રૂપિયા દાનમાં આપ્યા
ચમોલી,તા.૨૫
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એ શનિવારે બદ્રીનાથ ધામના દર્શન કર્યા. દર્શન બાદ અંબાણી ગીતાના પાઠમાં સામેલ થયા હતા. અબજપતિ કારોબારી એ ચંદન અને કેસરની ખરીદી માટે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિને ૨ કરોડ રૂપિયાનું દાન પણ કર્યું છે. સાથે જ ભરોસો પણ આપ્યો છે કે બદ્રીનાથ ધામને પુરતુ ચંદન મળી રહે તે માટે ધીરુભાઈ અંબાણીના નામ પરથી તમિલનાડુંમાં ચંદનનું જંગલ ખરીદશે.
મુકેશ અંબાણી બદ્રીનાથ મંદીરમાં આવતા-જતા રહે છે. નવેમ્બરમાં પુત્રી ઈશાના લગ્નની કંકોત્રી ચઢાવવા બદ્રીનાથ-કેદારનાથ ગયા હતા. તે વખતે તેમણે બંને મંદિરમાં ૫૧-૫૧ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતનું નામ આ વર્ષે બદ્રીનાથ-કેદારનાથ મંદિરની સમિતિમાં સામેલ કરવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY