પંજાબ વિધાનસભામાં અકાલી દળના નેતાએ સિદ્ધુને ગણાવ્યા ‘ગદ્દાર’, તસવીર સળગાવી

0
48

ચંડીગઢ,તા.૧૮
પુલવામામાં થયેલા હુમલા બાદ આતંકવાદ અંગે નિવેદન આપનારા પંજાબ સરકારના કેબિનેટ મંત્રી નવજાત સિંહ સિદ્ધુ વિરુદ્ધ પંજાબ વિધાનસભામાં અકાલી દળ દ્વારા જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. પંજાબ વિધાનસભામાં અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠીયા અને સિદ્ધુ વચ્ચે તું-તું મૈં-મૈં થઇ હતી.
વિધાનસભામાં મજીઠીયાએ સિદ્ધુને ગદ્દાર કહ્યાં હતાં, જ્યારે સિદ્ધુએ મજીઠીયાને ડાકુ ગણાવ્યા હતા. બન્ને નેતાઓએ એક-બીજા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ હંગામા વચ્ચે વિધાનસભામાં બજેટનું ભાષણ રોકી દેવાયું હતું. સિદ્ધુના વિરોધમાં અકાલી દળ અને બીજેપીના નેતાઓએ વોક આઉટ કર્યું હતું.
આટલું જ નહીં, વિક્રમ સિંહ મજીઠીયાએ નવજાત સિંહ સિદ્ધની પાકિસ્તાનની મુલાકાત દરમિયાન સામે આવેલી પાક આર્મી ચીફ જનરલ બાજવાને ગળે મળતા અને ખાલિસ્તાન સમર્થક ગોપાલ ચાવલા સાથેની તસવીર સળગાવી હતી. સાથે જ પાકિસ્તાનનો ઝંડો પણ સળગાવવામાં આવ્યો હતો.
અકાલી દળે આરોપ મૂક્્યો કે, એક બાજી કેપ્ટન અમરિંદર સિંહ પાકિસ્તાન વિરુદ્ધ કડક નિવેદન આપી રહ્યાં છે અને તેમના મંત્રી નવજાત સિંહ સિદ્ધુ પાકિસ્તાન વિરુદ્ધ નરમ છે. તેઓ ઇમરાન ખાન સાથે મિત્રતા નિભાવવામાં પડ્યાં છે. મજીઠીયાએ કહ્યુંકે, આખો દેશ જાણે છે કે પાકિસ્તાન એક આતંકી દેશ છે.
તેમ છતાં નવજાત સિંહ સિદ્ધુએ પાકિસ્તાન સાથે વાતચીત કરવાની વાત કહી છે અને પાકિસ્તાનનો વિરોધ કર્યો નથી. તેથી તેઓ ઇચ્છે છે કે પહેલાં પંજાબ સરકાર નવજાત સિંહ સિદ્ધુ અંગે તેમનો સ્ટેન્ડ સ્પષ્ટ કરે. આ પછી જ પંજાબ વિધાનસભામાં બજેટ રજૂ કરવા દેવાશે. નહીંતર અકાલી દળ સતત નવજાત સિંહ સિદ્ધુને કેબિનેટ અને કોંગ્રેસમાંથી કાઢી મૂકવાની માંગ સાથે પ્રદર્શન કરતું રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY