વડાપ્રધાનના ૬૦ ટકા ફોલોઅર્સ ફેક તો રાહુલના ૬૯ ટકા પીએમ મોદીના ૬૦ ટકા ટ્‌વટર ફોલોઅર્સ નકલી….!!!??

0
84

ન્યુ દિલ્હી,
તા.૧૪/૦૩/૨૦૧૮

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી મોટાં રાજનેતા છે. આ સિવાય ભારતમાં સૌથી વધારે ફાલોઅર્સની સંખ્યા પણ તેમની પાસે છે. બીજા સ્થાને અમિતાભ બચ્ચન અને ત્રીજાં નંબર પર શાહરુખ ખાન છે. પરંતુ એક બાબત જે તમને ચોંકાવી દેશે તે એ છે કે, તેમના ૬૦ ટકા ફાલોઅર્સ ફૅક છે. ટ્‌વીટર ઓડિટ બાદ જાણકારી મળી છે કે, દેશના મોટાંભાગના નેતાઓ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે, તેમની પાસે ટ્‌વીટર પર ૫૦ ટકાથી વધારે ફૅક ફાલોઅર્સ છે. આ યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, પાપ ફ્રાન્સસ અને કિંગ સલમાન જેવા નેતાઓના નામ સામેલ છે.

ટ્‌વીટર ઓડિટ રિપોર્ટ અનુસાર, મોદી આ યાદીમાં સૌથી ઉપર છે. તેમના ૨૪૧૮૦૦૦૦ ફાલોઅર્સમાંથી ૪૦૩૦૦૦૦૦ ફાલોઅર્સ ફૅક છે. તેમાં ઇન્ટરનેટ બોટ્‌સ (વાસ્તવિક મનુષ્યોના એકાઉન્ટની તપાસ) પણ સામેલ છે. આ વર્ષે ફેબ્રુઆરી ૨૧નાં રોજ આ રિપોટ્‌ર્સ જાહેર કરવામાં આવ્યો છે. તે સમયે મોદીના ટ્‌વીટર ફાલોઅર્સની સંખ્યા ૪૦.૩ મિલિયન એટલે કે, ૪.૩ કરોડ હતી.

જેમાં માત્ર ૩૦ દિવસોની અંદર ૦.૭ મિલિયન ફાલોઅર્સનો વધારો થયો. ફૅક ફાલોઅર્સની યાદીમાં મોદી સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે.

કેજરીવાલના જ્યાં ૫૧ ટકા ફાલોઅર્સ ફૅક છે, ત્યાં રાહુલ ગાંધીને ફાલો કરનારા ૬૯ ટકા ફૅક એકાઉન્ટ છે. ટ્‌વીટર ઓડિટ અનુસાર, ત્રણ નેતાઓના અસલી ફાલોઅર્સની સંખ્યા ખૂબ જ ઓછી છે.

મોદીની પાસે ૧૬,૧૯૧,૪૨૬, રાહુલ ગાંધીની પાસે ૧,૭૧૫,૬૩૪ અને કેજરીવાલની પાસે ૬,૩૨૧,૬૯૭ અસલી ફાલોઅર્સ છે. આ ઓડિટ અનુસાર, પીએમ મોદી સૌથી વધારે લોકપ્રિય નેતા છે. પાપ ફ્રાન્સસની વાત કરીએ તો તેમના ૪૮ ટકા ફાલોઅર્સ ફૅક છે.

એક્ટરમાંથી રાજનેતા બનેલા રજનીકાંતને પણ ૨૬ ટકા ફૅક એકાઉન્ટ ફાલો કરે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY