પાલીતાણામાં મોબાઇલના રિચાર્જના બહાને બે યુવાનોએ આચરી ૩૫ લાખની છેતરપિંડી

0
41

ભાવનગર,તા.૧૯
ભાવનગર જિલ્લાના પાલિતાણા નજીક આવેલા નાનકડા એવા ગામમાં ધોરણ ૨ અને ધોરણ ૬ સુધી ભણેલા બે યુવાનોએ ઓનલાઇન ટ્રાન્જેક્શન મારફત વિવિધ મોબાઇલ કંપનીઓના રિચાર્જના બહાને રૂપિયા ૩૫ લાખથી વધુની છેતરપિંડી કર્યાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે મુંબઈ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થતા પોલીસે આદપુર ગામ પહોંચી બે યુવાનોની સઘન પૂછપરછ કરી છે.
બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના પાલિતાણાથી સાત કી.મી. દૂર આવેલા આદપુર ગામના બે યુવાનો દ્વારા સાયબર ગુન્હો કરતા મુંબઈની સાયબર ક્રાઈમ અંતર્ગત મુંબઈમાં ગત તા. ૧૪ના રોજ ૩૫ લાખનું માસ્ટર પે કંપની સાથે ચિટિંગ થયાની ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં મુંબઈ પોલીસે ગણતરીના દિવસોમાં ગુન્હાનો ભેદ ઉકેલી પાલિતાણા પહોંચી અને જે કંપની સાથે ચિટિંગ થયું તે ક્યાંથી થયું તે શોધતા પાલીતાણાના આદપુર પહોંચી બે વ્યક્તિને પૂછપરછ માટે ઉઠાવી લીધા છે.તે બન્ને વ્યકિતના મોબાઈલ સહિતના તમામ સાહિત્ય જપ્ત કર્યા પરંતુ આ ગુન્હામાં મહત્વપૂર્ણ વાત એ છે કે, આદપુરના ૬ ધોરણ ભણેલા મહેશ દામજી જાદવ (ઉ.વ.ર૭) તથા મુન્ના ધનાભાઈ સોલંકી (ઉ.વ.૩પ) જે ૨ ધોરણ સુધી જ ભણેલા છે. તે બન્ને મોબાઈલ દ્વારા વિવિધ મોબાઇલ કંપનીના બેલેન્સ, વેલેડીટીના રિચાર્જ કરતા હોય ત્યારબાદ તે બેલેન્સ પરત લઈ લેતા હોય તેવું મુંબઈ પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. મુંબઈ પોલીસના પાલિતાણામાં બે દિવસથી ધામા હતાં. અનેકને પૂછપરછ માટે બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY