રાખી સાવંતે અનુપ જલોટાની ખિલ્લી ઉડાવી,કહ્યું એક પગ કબરમાં અને…

0
14

મુંબઈ,તા.૧૯
ટેલિવિઝનના સૌથી વિવાદાસ્પદ રિયાલીટી શો બિગબોસની ૧૨મા સીઝનની ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે. આ વખતે નવા અંદાજમાં જોવા મળતાં આ શોમાં સૌથી વધુ જો કોઇની ચર્ચા થઇ હોય તો તે છે ભજન સમ્રાટ અનુપ જલોટાની. ચર્ચાનો વિષય પણ ખાસ છે. એક તો અનુપ જલોટા જે પ્રકારના શાંત-ગંભીર વ્યક્તિ માનવામાં આવે છે, તેમનું બિગબોસના ઘરમાં જવું જ પોતાનામાં એક આશ્વર્યની વાત છે. પણ આ બધા વચ્ચે અનુપ જટોલા અને તેની ગર્લફ્રેન્ડ પર લોકો એવી ટીખળ કરી રહ્યા છે. તેવામાં કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કરીને અનુપ અને જસલીનના રિલેશનશીપને લઇને કંઇક એવું કહ્યું જે કદાચ અનુપ અને જસલીનને પસંદ નહી આવે.
રાખીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વિડિયો શેર કર્યો છે તેમાં તે કહે છે કે તેને વિશ્વાસ નથી થઇ રહ્યો કે અનુપ જલોટાજીની આટલી હોટ ગર્લફ્રેન્ડ છે. જસલીન તો ખૂબ જ હોટ છે. રાખી, અનુપ જલોટાનાં સોન્ગ ‘એસી લાગી લગન’ પણ ગાય છે. જો કે આ સોન્ગમાં તે મીરાના બદલે જસલીનનું નામ લે છે. તે રાખી ત્યાં સુધી કહી દે છે કે અનુપજીનો એક પગ કબરમાં છે અનેપ.!
બિગબોસ ૧૨ના મંચ પર રવિવારે સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે ભજન સમ્રાટ અનુપ જલોટા અને જસલીન મથારુએ જાહેરમાં પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો. લાંબા સમયથી અનુપ જલોટાની શિષ્યા રહેસી ગાયિકા અને અભિનેત્રી જસલીન મથારુએ આજે બિગ બોસના મંચ પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY