લો બોલો! સુરતમાં કાર ચાલક ટ્રાફિક લોક સાથે થયો પલાયન, થઇ પોલીસ ફરિયાદ

0
11

સુરત,તા.૧૮
અત્યારે ગુજરાતના મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ વધારે સચેત બની છે. ત્યારે ટ્રાફિકને અડચણરૂપ થતા વાહનોને ટોઇંગ કે લોક મારવાની પ્રવૃત્તી હાથ ધરવામાં આવી રહી છે.
પરંતુ સુરતમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. સુરતના વરાછા ખાતે ટ્રાફિક પોલીસે મારેલું લોક સાથે કારચાલક ભાગી ગયો હતો. જેના પગલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા, અરિહંત જ્વેલર્સની બાજુમાં હંસ સોસાયટી તરફ જવાના રોડ ઉપર એક કાર પાર્ક કરવામાં આવી હતી. કાર પા‹કગથી ટ્રાફિકના નિયમનો ભંગ થતો હોવાથી ટ્રાફિક પોલીસે લોક મારી દીધું હતું.
જાકે, કારનો ચાલક ગાડીને મારેલું લોક ખોલવા બાબતે પોલીસ કંટ્રોલ રૂમ કે ટ્રાફિક શાખામાં કોઇને પણ જાણ કરી ન્હોતી. પોતાની કાર રૂ. બે હજારના સરકારી લોક સાથે લઇને ભાગી ગયો હતો. આ મામલે વરાછા ટ્રાફિક સેક્ટરના હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્રભાઇએ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. બનાવ અંગે વરાછા પોલીસ તપાસ કરી રહી છે. ટ્રાફિક લોક લઇને ભાગ જવાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY