છોટાઉદેપુર,તા.૧૧
બોડેલી સુખી જળાશય સિંચાઇ યોજના-૨ની કચેરીમાં આચરવામાં આવેલા ચેક ડેમ કૌભાંડ મામલે એસીબીએ ગુનો નોંધ્યો છે. આ મામલે એસીબીએ ૩ ફરિયાદ નોંધીને ૮ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં ૪ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કંડેવાર, સોઢવડ અને નળવાટના ચેક ડેમોના ભ્રષ્ટાચારના કેસમાં કાર્યપાલક ઇજનેર, કર્મચારીઓ અને ચેક ડેમ કોન્ટ્રકટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ચેક ડેમ બનાવ્યા વગર જ બોગસ દસ્તાવેજો બનાવીને ? ૧૦.૫૭ લાખનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.
આ કૌભાંડમાં એ.ડી. રાઠોડ, તત્કાલીન કાર્યપાલક ઇજનેર, એમ.એન.શાહ, નાયબ કાર્યપાલક ઇજનેર(નિવૃત), પી.આર.જોશી, અધિક મદદનીશ ઇજનેર (નિવૃત), એક.કે.બારીયા, હેડ કલાર્ક (નિવૃત), ધર્મરાજ ઉર્ફે ટીકો મગનલાલ બારીયા (કોન્ટ્રકટર), ગોપાલ ઉર્ફે કાલુ ભાવસિંહ રાઠવા (ટ્રેકટર દ્રાઈવર), જગનભાઈ છીપાભાઇ રાઠવા (પ્રાયોજક), નવનીત રઘુનાથ પટેલ (પ્રજાજન) વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


