છોટાઉદેપુર,તા.૧૧
આદિવાસી સમાજ દ્વારા વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલીમાં દસ હજાર કરતા પણ વધારે આદિવાસીઓ જોડાયા હતા. પારંપરિક શસ્ત્રો અને વાજિંત્રો સાથે આદિવાસીઓ હાજર રહ્યા હતા. આ વિરોધ રેલીમાં રાઠવા કોળી, કોળી, કોલચા જાતિને એસટીમાં નહિ ગણવાને લઇને હાઇકોર્ટમાં થયેલી રીટનો વિરોધ કર્યો હતો.
જાતિના યોજાયેલી આદિવાસી સમાજની રેલીમાંભાજપ કોંગ્રેસના નેતાઓ એક સાથે એક મંચ ઉપર જોવા મળ્યા હતા. ભાજપના સાંસદ ગીતાબેન રાઠવા, માજી સાંસદ રામસિંહ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ જશું રાઠવા, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા, એમએલએ સુખરામ રાઠવા એક મંચ પર જોવા મળ્યા હતા.
ભાજપ કાર્યાલય પટાંગણમાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ વિરોધ રેલી ૧૦ હજાર કરતા વધારે આદિવાસીઓ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપ્યું હતું. આગામી ૧૪ અને ૧૫મી નવેમબરના રોજ છોટાઉદેપુર જીલ્લા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



