ન્યૂઝીલેન્ડના ૧૫૯ રનના લક્ષ્યાંકને ભારતે ત્રણ વિકેટ ગુમાવી ચેઝ કર્યો
મેચમાં ત્રણ વિકેટ ઝડપનાર કૃણાલ પંડ્યા મેન ઓફ ધ મેચ,રોહિત શર્માએ ફટકારી અડધીસદી
ઓકલેન્ડ,તા.૮
ઓકલેન્ડમાં ચાલી રહેલી બીજી ટી-૨૦ મેચમાં ભારતનો ૭ વિકેટે વિજય થયો છે અને આ સાથે જ ભારતીય ટીમે સીરિઝમાં ૧-૧થી બરાબરી કરી લીધી છે. ૧૫૯ રનના લક્ષ્યાંક સાથે રમવા ઉતરેલી ભારતીય ટીમની ઓપનિંગ જાડીએ ધમાકેદાર બેટિંગ કરીને ભારતીય ટીમની જીતની રાહ આસાન બનાવી દીધી હતી. ભારત તરફથી રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જાડીએ ૭૯ રનની પાર્ટનરશિપ બનાવી હતી, જેમાં રોહિત શર્માએ ૨૯ બોલમાં ૩ ફોર અને ૪ સિક્સની મદદથી ૫૦ રન ફટકાર્યા હતા. ત્રણ વિકેટ લેનાર કૃણાલ પંડ્યાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આ સિવાય શિખર ધવને પણ ૩૧ બોલમાં ૩૦ રન ફટકાર્યા હતા. રોહિત અને શિખર આઉટ થયા બાદ વિજય શંકર ૧૪ રન બનાવીને આઉટ થઇ ગયો હતો, પરંતુ ત્યારબાદ ધોની અને રિષભ પંતની જાડીએ બાજી સંભાળી લીધી હતી અને ભારતને જીત તરફ બંને લઇ ગયા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ફર્ગ્યૂસન, સોઢી અને મિચેલને ૧-૧ સફળતા મળી હતી. આ મેચના હીરોની વાત કરીએ તો રોહિત શર્મા અને કૃણાલ પંડ્યા રહ્યા હતા.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી બીજી T૨૦ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા માટે ૧૫૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે ૮ વિકેટના નુકસાને ૧૫૮ રન બનાવ્યા હતા. ઓકલેન્ડમાં ચાલી રહેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી સાયફર્ટ અને મુનરો પહેલા બેટિંગ કરવા ઉતર્યા હતા. પહેલી મેચમાં ધમાકેદાર ઇનિંગ રમનારો સાયફર્ટ બીજી મેચમાં ૧૨ રન જ બનાવી શક્યો હતો, જ્યારે મુનરો પણ ૧૨ રન બનાવીને કૃણાલ પંડ્યાનો શિકાર બની ગયો હતો.
ત્યાર બાદ વિલિયમસન પણ ૧૭ બોલમાં ૨૦ રન બનાવીને આઉટ થઇ ગયો હતો અને મિચેલ પણ ૧ રન જ બનાવી શક્યો હતો, પરંતુ ત્યાર બાદ રોસ ટેલર અને ગ્રાન્ડહોમીની જોડીએ ન્યૂઝીલેન્ડને સન્માનજનક સ્કોર પર પહોંચાડવાની જવાબદારી લીધી હતી. ૫૦ રનમાં ન્યૂઝીલેન્ડની ચાર વિકેટ પડી ગઇ હતી, ત્યારબાદ આ બંને ખેલાડીની જોડીએ ૭૭ રનની પાર્ટનરશિપ કરી હતી, જેમાં ગ્રાન્ડહોમીએ ૨૮ બોલમાં ૫૦ રન ફટકારી દીધા હતા.
પરંતુ ત્યારબાદ હાર્દિકે તેની વિકેટ લીધી હતી. ભારત તરફથી યઝુવેન્દ્ર ચહલ ખૂબ મોંઘો સાબિત થયો હતો, જેણે ૪ ઓવરમાં ૩૭ રન આપ્યા હતા અને એકપણ વિકેટ નહોતો લઇ શક્્યો. કૃણાલ પંડ્યાએ આજે ૪ ઓવરમાં ૩ વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ ૧ વિકેટ લીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





