છોટાઉદેપુર,તા.૨૩
પાવી જેતપુર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓની ઈમાનદારી જોવા મળી હતી. અને આ કર્મચારીઓએ દર્દી પાસેથી મળેલા ૨૩,૧૦૦ રૂપિયા, એટીએમ કાર્ડ અને મોબાઈલ તેમના પરિવારજનોને પરત કરતા માનવતા મહેકી ઉઠી હતી.
પાવી જેતપુરની અડીને આવેલા રતનપુર ખાતે ૨ દિવસ પહેલા ટ્રેક્ટરની અડફેટે એક બાઇક ચાલક જયંતીભાઈ નારસિંગભાઈ આવી જતા જયંતીભાઈને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેની જાણ પાવી જેતપુર ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમને થતા ફરજ પરના કર્મચારીઓ ઇ.એમ.ટી. રાજુ રાઠવા તથા પાઇલોટ સતિષ રાઠવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત થયેલા જયંતિભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઇને બોડેલી પબ્લિક હોસ્પિટલમાં લાઇ ગયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓની તપાસ કરતા તેમના ખિસ્સામાંથી રોકડા ૨૩,૧૦૦ રૂપિયા, એક એટીએમ કાર્ડ, પાનકાર્ડ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેના આધારે કર્મચારીઓએ જયંતિભાઈના પરિવારજનોનો સંપર્ક કરીને ઘટનાની જાણ કરીને બોલાવ્યા હતા. બાદમાં રોકડા ૨૩,૧૦૦ રૂપિયા, એટીએમ, પાનકાર્ડ અને મોબાઈલ ફોન પરત કરીને ઇમાનદારીનો નમૂનારૂપ દાખલો સમાજને બતાવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




