સુરત,તા.૨૩
શહેરનાં ઓલપાડ દિહેણ ગામની પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. લગ્ન જીવનનાં ત્રણ વર્ષમાં નિઃસંતાન પરિણીતાને સાસરિયા દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતાં. દહેજની માંગ કરતા આ મહિલાએ ત્રણ દિવસ પહેલા જ ઝેરી દવા પી લીધી હતી. આ મહિલાનું ગઇકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઓલપાડ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, ઓલપાડનાં દિહેણ ગામની ૨૬ વર્ષની રીંકલ પટેલનાં ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતાં. આ પરિણીતાનો પતિ ધવલ પટેલ બીઓબીની બરબોધન બ્રાંચમાં કેશિયર તરીકે કામ કરતાં હતાં. પરિણીતાનાં પરિવારનો આક્ષેપ છે કે, છેલ્લા ૬ મહિનાથી સાસુ પરિણીતાને છૂટાછેડાનું દબાણ કરતા હતાં. આ ઉપરાંત અવારનવાર માનશિક અને શારીરિક ત્રાસ આપીને તેને હેરાન કરવામાં આવતી હોવાને કારણે પરિણીતા ૬ મહિના પિયર રહી હતી.
આ પરિણીતા ૧૭ ડિસેમ્બરનાં રોજ પોતાના સાસરે ફરીથી આવી હતી. જે બાદ ૨૦મી ડિસેમ્બરે સાંજે સાત કલાકે તેણે પોતાની માતા સાથે વાત કરી હતી. જે બાદ તેણે ઝેરી દવા પી લીધી હતી. જોકે, તેને તરત જ ખાનગી હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



