ધો-૨ના વિદ્યાર્થીનું સાપ કરડતા મોત નીપજ્યું

0
35

છોટાઉદેપુર,તા.૩
છોટાઉદેપુરની રાયપુર આશ્રમ શાળામાં રહી અને અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું સાપ કરડતા મોત થયું છે. વિદ્યાર્થી મંગળવારે રાત્રિના જમ્યા પછી બહાર નીકળ્યો હતો ત્યારે તેને આશ્રમ શાળામાં સાપ કરડયો હોવાના અહેવાલ છે.
આ ઘટનામાં ધોરણ ૨ના વિદ્યાર્થી કરમસિંગ જેખર રાઠવાનું મૃત્યું થયું છે. મૃતક કરમસિંગ ૭ વર્ષનો હતો. સાપ કરડતા કરમસિંગને દવાખાને લઈ જવામાં આવ્યો હતો જ્યાં તબીબીઓ તેને મૃત જાહેર કર્યો હતો.
છોટાઉદેપુરના ખડકવાડા ગામનો રહેવાસી વિદ્યાર્થી કરમસિંગ રાયપુરની આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતો હતો. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં વરસાદ બાદ સરીસૃપો જમીનમાંથી બહાર નીકળી આવતા હોય છે. જંગલ વિસ્તારમાં સાપ આવી ચડતા હોવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટે છે. કરમસિંગને કેવી રીતે સાપ કરડયો તે જાણવા મળ્યું નથી પરંતુ તેના શરીરમાં જમણા હાથની બીજી આંગળીમાં ઇજાના નિશાન જોવા મળ્યા હતા. કરમસિંગને હાથની આંગળમાં સાપ કરડયો હોય અને તેનું ઝેર ફેલાય તે પહેલાં સારવાર ન મળતા મૃત્યુ થયું હોવાની શક્યતાઓ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY