પૂણામાં રૂ. ૨.૬૭ લાખના મોબાઈલ ફોનની ચોરી
સુરત, તા. ૧૩
ચોરીના બનેલા બે બનાવમાં રૂપિયા ચાર લાખથી વધુની મતા ચોરાઈ હતી. પુણામાં વિસ્તારમાં થયેલી ચોરીમાં ૫૨ મોબાઈલ ફોન ચોરાયા હતા.
પ્રથમ બનાવની વિગત મુજબ પૂણા સરદાર નગર સોસાયટીના આવેલ પ્રથમ મોબાઈલ ફોનની દુકાનના તાળા તોડી અજાણ્યા તસ્કરો રૂૠપિયા ૨,૬૭,૧૦૦ની કિંમતના મોબાઈલ ફોન ચોરી ગયા હતાï. દુકાનદાર આશિષભાઈ રાજેન્દ્ર વર્માએ પૂણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં ઉગત શ્રીનગરી ઘર નં. ૨૯ અને ૩૦માંથી અજાણ્યા તસ્કરો રૂ. ૧,૧૨,૭૫૦ની કિંમતના દાગીના, રોકડા ૧૧,૫૦૦ બે મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા ૧,૩૫,૭૫૦ની મતા ચોરી કરી ગયા હતા. બનાવ અંગે પ્રશાંતભાઈ સુરેશભાઈ નિકુમે રાંદેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





