ચાઈનીઝ પર્યટકોને ભારત ફરવા આવવવાનુ પસંદ નથી..!!

0
486

ન્યુ દિલ્હી,તા.૨૮
ચીનના નાગરિકોને આખી દુનિયામાં ફરવાનો શોખ છે. દુનિયાના વિવિધ દેશોમાં ફરવા જતા ચીનના નાગરિકોને જાકે ભારત માટે અણગમો હોય તેમ લાગે છે.
ભારતમાં આવતા ચાઈનીઝ પર્યટકોની સંખ્યા બહુ જ ઓછી છે અને ભારતે હવે ચીનાઓને આકર્ષવાનુ નક્કી કર્યુ છે. જેના ભાગરૂપે ભારત સરકારના પર્યટન મંત્રી ચીનના પ્રવાસે છે.
ટુરિઝમ વિભાગના આંકડા પ્રમાણે ૨૦૧૬માં માત્ર ૨.૫૦ લાખ ચાઈનીઝ પર્યટકો ભારત આવ્યા હતા. બીજી તરફ વિદેશમાં ફરવા ગયેલા ચાઈનીઝ પર્યટકોની સંખ્યા ૧૪ કરોડ હતી. જેનો અર્થ એ થયો કે ૫૪૦ ચાઈનીઝ ટુરિસ્ટમાંથી માત્ર ૧ જ ચાઈનીઝ નાગરિકે ભારતને ફરવા માટે પસદ કર્યુ હતુ.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY