પીએમ મોદીની હત્યાના કાવતરાનાં મામલે વિવિધ રાજ્યોમાં ડાબેરી વિચારકોના ઘરો પર દરોડા

0
513

ન્યુ દિલ્હી,તા.૨૮
ભીમા કોરેગાંવ હિંસાનુ ભૂત હજી પણ ધુણી રહ્યું છે. આ મામલામાં પોલીસે કરેલી તપાસ દરમિયાન બે મહિના પહેલા પોલીસને માઓવાદીઓનો એક પત્ર મળ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરાનો ખુલાસો થયો હતો.
એ પછી પોલીસે આજે દેશમાં ઠેક ઠેકાણે ડાબેરી એક્ટિવિસ્ટના ઘરો પર દરોડા પાડ્યા છે. પોલીસે હૈદ્રાબાદમાં વામપંથી વિચારક અને કવિ વરવર રાવના ઘરે દરોડા પાડ્યા હતા.
દિલ્હીમાં ગૌતમ નવલખા નામના એક્ટિવિસ્ટ અને વકીલ સુધા ભારદ્વાજની અટકાયત કરાઈ છે. તેમના લેપટોપ, ફોન અને પેન ડ્રાઈવ જપ્ત કરાયા છે.
જ્યારે પૂણામાં એક્ટિવિસ્ટ અરુણ ફરેરિયાના ઘરે પોલીસે તપાસ કરી છે. આ ઉપરાંત, ગોવા, મહારાષ્ટ્રમાં, અને ઝારખંડમાં પણ ડાબેરી આગેવાનોના ઘરે પોલીસે દરોડો પાડ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
ઉલ્લેખનીય છે કે પોલીસને જે પત્ર મળ્યો હતો. તે રોણા જેકબ નામના વ્યક્તિ દ્વારા કોમરેડ પ્રકાશને સંબોધીને લખાયો હતો. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે હિન્દુત્વને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોડ શો દરમિયાન હત્યા કરવાની યોજના છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY