રખિયાલ મુકામે ‘‘મોર્ડન બાયો લેબ’’ ખુલ્લીુ મુકતા મહેસુલમંત્રી કૌશિકભાઇ પટેલ

0
11

ઠાસરા તાલુકાના રખિયાલ મુકામે આવેલ નીકો ઓરગો બાયોટેક પ્રા.લી. કંપની ઓર્ગેનીક લીક્વીડ ખાતર અને નીકોટીનનું ઉત્‍પાદન કરે છે.

આ કંપની ખાતે અદ્યતન અને કોમ્‍પ્‍યુટર સંચાલીત ‘‘મોર્ડન બાયો લેબ’’ ને ખુલ્‍લી મુકતા મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, હાલનો યુગ ટેક્નોલોજીનો યુગ છે. હાલ આઇ.ટી.બાયોટેક અને નેનો ટેક્નોલોજીએ વિશ્વને સીમીત કરી દીધુ છે ત્‍યારે આ ટેક્નોલોજીના ઉપયોગથી વિકાસને વળેલા માનવીઓ આભને આંબી ગયા છે.

રખિયાલ ખાતે આવેલ લીક્વીડ ખાતર બનાવતી કંપનીના રીસર્ચ અને ડેવલોપમેન્‍ટ વિભાગ દ્ધારા અદ્યતન અને બાયોટેક્નોલોજીનો ઉપયોગ કરી બનાવેલ મોર્ડન લેબ દ્ધારા ઉચ્‍ચ કોટીના ખાતર મળશે. જેના દ્ધારા ખેડૂત મિત્રો ઓછી કિંમતે, ઓછા સમયમાં, ઓછી મહેનતથી વધુ અને ઉચ્‍ચ ગુણવત્તાયુક્ત ખેત પેદાશો મેળવશે તેવી આશા વ્‍યક્ત કરી હતી. ભારત દેશમાં હજુ પણ ૬૦ થી ૬૫ ટકા વસ્‍તી ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહે છે અને મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે ત્‍યારે ગુજરાતે પણ ખેત પેદાશોમાં દેશ-વિદેશમાં નામના મેળવી છે. નીત નવા સંશોધનો અને પ્રયોગોના માધ્‍યમથી ખેડૂત મિત્રો સારી ખેત ઉપજ મેળવતા થયા છે અને ક્વોલીટી અને ક્વોન્‍ટીટીમાં પ્રથમ હરોળમાં રાજય ઉભુ છે. ગુજરાતમાં આવનારા દિવસોમાં હરીયાળી ક્રાંતિ આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

ઉમરેઠ શ્રી સંતરામ મંદિરના ગાદિપતિશ્રી ગણેશદાસજી મહારાજે આર્શિવચનો પાઠવ્‍યા હતા. કંપનીના મેનેજરશ્રીએ સૌને આવકારી કંપનીની કામગીરીની અને પેદાશોની વિસ્‍તૃત જાણકારી આપી હતી.

આ પ્રસંગે ઠાસરા મતવિસ્‍તારના ધારાસભ્‍યશ્રી કાંતિભાઇ પરમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી રમેશ મેરજા, કંપનીના માલિક શ્રી મિહીરભાઇ, શ્રી દુષ્‍યંતભાઇ, શ્રી ચંદ્ધકાંતભાઇ (મુખી), પ્રાંત અધીકારીશ્રી અર્પિત સાગર, ગામના સરપંચશ્રી, કંપનીના અન્‍ય હોદ્દેદારો અને કામદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY