વેલિંગ્ટન,તા.૧૮
વિશ્વમાં સંતાન પ્રાપ્તિના સુખને સૌથી મોટું સુખ કહેવામાં આવે છે. વિશ્વના લગભગ બધા જ દેશો મેટરનિટી લીવની સુવિધા છે પરંતુ ન્યૂઝીલેન્ડ સરકાર ગર્ભપાતની સ્થિતિમાં મહિલા સાથે તેના પતિને પણ “બિરીવ્મન્ટ લીવ”એટલે કે ‘પરિજનની મોત પર મળતી રજા’ આપવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. ન્યૂઝીલેન્ડની સંસદમાં આ જાગવાઇ માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેમાં ગર્ભપાતની સ્થિતિમાં ત્રણ દિવસની રજા મળી શકશે.
પ્રસ્તાવને રજૂ કરનાર લેબર પાર્ટીની સાંસદ ગિન્ની એંડરસને જણાવ્યું કે ગર્ભકાળમાં બાળકનું મૃત્યુ થાય તો બેબી લોસ પર રજાની સુવિધા આપવી જાઇએ અને આ બાબતે જાહેરમાં ચર્ચા થવી જાઇએ. ન્યૂઝીલેન્ડમાં હાલમાં પરિજન કે બાળક માટે રજાની જાગવાઇ છે પરંતુ હવે જન્મયા ના હોય તેવા બાળકના મૃત્યુ પર આ સુવિધા લઇ શકાશે.
આ બિલના સમર્થન પીટિશનમાં અત્યાર સુધી ૩,૭૦૦ લોકો હસ્તાક્ષર કરી ચૂક્્યા છે. બે વર્ષ પહેલા ગર્ભપાતના દુખમાંથી પસાર થનાર કેથરિન વાન બીકે જણાવ્યું કે ગર્ભપાતનું દુખ ઝેલનાર કોઇ પણ સ્ત્રી કે તેના પતિને આ રજા લેવાનો અધિકાર છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



