છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાના આધારે જિલ્લામા તેમજ જિલ્લા બહાર ગુના કરી નાસતા ફરતા હોય તેવા આરોપીઓની ધરપકડ કરવા માટે એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.સરવૈયા તથા જિલ્લા ના તમામ થાણા અમલદારો ને જણાવવામા આવેલ કે જિલ્લા ના નાકાબંધી પોઇન્ટો ઉપર વાહન ચેકીંગ કરવા તેમજ નાઇટ પેટ્રોલીંગ ફરવા તેમજ અંગત બાતમીદારો થકી બાતમી હકિકત મેળવી અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ જે અનુસંધાને એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.સરવૈયા નાઓને બાતમી હકીકત મળેલ કે , રંગપુર પોલીસ સ્ટેશન ઈં ગુ.ર.નં. ૧૧/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૩૨,૧૮૬,૫૦૪,૫૦૬ મુજબના ગુનામાં નાસતો-ફરતો આરોપી છોટાઉદેપુર બજારમાં આવનાર છે. તેવી ચોકકસ બાતમીના આધારે રંગપુર નાકા પાસે વોચમાં ગોઠવાય ગયા બાદ ઉપરોકત બાતમી હકીકત વાળો ઇસમ આવતા તેને કોર્ડન કરી પકડી તેનુ નામ-ઠામ પૂછતા તેને પોતાનુ નામ ભીમલાભાઇ ઉર્ફે ભીમાભઇ વેસ્તાભાઇ રાઠવા રહે.ખડખડ વાગીદગડા ફળીયા તા.જી છોટાઉદેપુર નાનો જણાવેલ છે. ઉપરોકત ગુના સબંધે પુછ પરછ કરતા તેઓ પોતે આ ગુનો કરી નાસતા ફરતા હોવાની કબ્યુલાત કરેલ છે.આમ છેલ્લા ત્રણ વર્ષથી રંગપુર પોલીસ સ્ટેશન ઈ ગુ.ર.નં. ૧૧/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૩૨,૧૮૬,૫૦૪,૫૦૬ મુજબના ગુનામાં નાસતો-ફરતો આરોપી પોલીસ ને ચકમો આપી આમ તેમ,સંતાતા ફરતા આરોપીને છોટાઉદેપુર એલ.સી.બી દવારા પકડી પાડી રંગપેર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
છોટાઉદેપુર,ઇકબાલ શેખ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



