પર્થ,તા.૧૬
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની બીજી ટેસ્ટ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ દાવમાં ૩૨૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ ૨૮૩ રન પર ઓલઆઉટ થઈ ગઈ અને ઓસ્ટ્રેલિયાને ૪૩ રનની લીડ મળી હતી. ત્રીજા દિવસની રમત પૂર્ણ થતા ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં ૪ વિકેટ ગુમાવી ૧૩૨ રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજા (૪૧) અને ટિમ પેન (૮ રન) ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાની કુલ લીડ ૧૭૫ પર પહોંચી ગઈ છે. .
બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી, પરંતુ આંગળીમાં ઈજાને કારણે ફિન્ચ રિયાટર્ડ હર્ટ થઈ ગયો હતો. શમીના બોલ પર ફિંચને આંગળીમાં ઈજા થઈ હતી.
૫૯ રનના કુલ સ્કોર પર બુમરાહે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો આપ્યો હતો. જ્યારે તેના બોલ પર માર્કસ હૈરિસ બોલ્ડ થઈ ગયો હતો. તેણે ૨૦ રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ શોન માર્શને પંતના હાથે કેચઆઉટ કરાવીને ભારતને બીજી સફળતા અપાવી હતી. માર્શ માત્ર પાંચ રન બનાવી આઉટ થયો હતો.
ભારતને ત્રીજી સફળતા ઈશાંત શર્માએ અપાવી હતી. તેણે પીટર હૈંડ્સકોમ્બ (૫)ને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો.
૧૨૦ રનના સ્કોર પર શમીએ ટ્રેવિસ હેડને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ ઝડપી હતી. હેડ ૧૯ રન બનાવી આઉટ થયો હતો.
જસપ્રીત બુમરાહ આઉટ થતા જ ભારતીય ટીમ ૨૮૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. બુમરાહને નાથન લોયને આઉટ કર્યો. તેના પહેલા ઋષભ પંત પણ ૩૬ રન કરીને આઉટ થઈ ગયો. ઈશાંત શર્મા પણ ૧ રન કરીને આઉટ થઈ ગયો હતો. આમ ભારતનો પહેલો દાવ ૧૦૫.૫ ઓવરોમાં ૨૮૩ રન પર સમેટાઈ ગયો. ઓસ્ટ્રેલિયાને આ સાથે ૪૩ રનની મહત્વની લીડ મળી ગઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



