છોટાઉદેપુર એલ.સી.બી.એ અન્ય જિલ્લામાંથી ચોરાયેલી મોટર સાયકલ સાથે પાંચ ની અટક કરી 

0
30

છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના ના આધારે જિલ્લામાં બનતા મો.સા.ચોરીના ગુનાઓ બાબતે એલ.સી.બી પો.સ.ઇ. એ.એસ. સરવૈયા તથા ેમની ટિમ ના માણસો ખાનગી રાહે અંગત બાતમીદારો થકી હકિકતો મેળવી છોટાઉદેપુર તેમજ આજુ-બાજુના વિસ્તારમા વાહન ચેકીંગ હાથ ધરતા રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં ફેરફુવા ચેક પોસ્ટ તથા લેહવાંટ ફાટક ઉપર અલગ-અલગ ટીમો બનાવી વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક સ્પ્લેન્ડર મોટર-સાયકલ ને એક વ્યક્તિ લઇને આવતા તેને રોકી તેની પાસે મોટરસાયકલના કાગળો માંગતા તેઓ પોતાની પાસે નહી હોવાનું જણાવતા તેઓનું નામ-ઠામ પુછતા ઇત્રસીંહ નાનલાભાઇ ડાવર રહે-ચાંદપુર કોંકરી ફળીયા તા.જી અલીરાજપુર નો હોવાનું જણાવેલ આ મોટરસાયકલની તપાસ કરતા આ મો.સા કાછીયાવાડ,રાજપીપળા તા.જી નર્મદા ખાતેથી ચોરી થયેલ હોવાનું જણાવેલ જેથી મો.સા.ની કિ.૨૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ જયારે એક સીડી ડીલક્ષ મોટર સાયકલ લઇને આવતા ની પુછપરછ કરતા તેઓની પાસે પણ મોટરસાયકલના કાગળો નહી હોવાનું જણાવતા તેઓનું નામ-ઠામ પુછતા ગુજરીયાભાઇ કેરીયાભાઇ કનાસીયા રહે.બોકડીયા કનાસીયા ફળિયા,તા.જી.અલીરાજપુરનો હોવાનું જણાવેલ આ મોટરસાયકલના કાગળો ન હોવાથી મો.સા.ની કી.રૂ. ૨૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવી ત્યારે એક હીરો પેશન પ્રો મોટર સાયકલ લઇને આવતા તેની પાસે પણ કાગળો નહીં હોવાનું જાણવા મળતા નામ પૂછતાં ઇંડાભાઇ ગુજરીયાભાઇ રાઠવા રહે. ચોર બોકડીયા તા. ક્ઠીવાળા જી.અલીરાજપુરનો હોવાનું જણાવેલ આ મોટરસાયકલની ખાત્રી કરતા અંક્લેશ્વર પોલીસ સ્ટેશન ની હદ માંથી ચોરી થયેલ હોવાનું માલુમ પડ્યું આ મો.સા.ની કિં.રૂ. ૩૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ જયારે અન્ય ડીલક્ષ મોટર સાયકલના કાગળો માંગતા તેઓ પોતાની પાસે નહી હોવાનું જણાવતા તેઓનું નામ-ઠામ પુછતા રીતેશભાઇ નરપતભાઇ ચૌહાણ ઉવ.૨૦ રહે-હરસવાંટ ખારી ફળિયા તા.જી અલીરાજપુર નો હોવાનું જણાવેલ ત્યારે આ મોટરસાયકલ ી ખાત્રી કરતા જે મો.સા દેવગઢબારીયા પોલીસ સ્ટેશન ની હદ માંથી ચોરાયેલ હોવાનું જાણવા મળ્યું હતું આ મો .સા.ની કિં.રૂ ૨૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ બાદ માં એક કાળા કલરની સ્પલેનડર પ્રો મોટર સાયકલ લઇને આવતાને રોકી તેઓની પાસે મોટરસાયકલના કાગળો માંગતા તેઓ પોતાની પાસે નહીં હોવાનું જણાવતા તેનું નામ-ઠામ પુછતા રાજુભાઇ અબરૂભાઇ ભીલ રહે. બોકડીયા પટેલ ફળિયા,તા.જી.અલીરાજપુર આ મોટરસાયકલની ખાત્રી કરતા બોડેલી પોલીસ સ્ટેશન માં ગુનો નોધાયેલ છે હોય આ મો.સા.ની કિં.રૂ. ૩૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવેલઉપરોક્ત પકડાયેલ પાંચ મોટરર સાયકલની કિં.રૂ. ૧,૩૫,૦૦૦/- નો મુદામાલ. સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે તથા કાયદાની લપેટ માં આવેલા આ પાંચ ઇસમોને ડીટેઇન કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી અર્થે બોડેલી, અંકલેશ્વર તથા દેવગઢ બારીયા પો.સ્ટે. ખાતે જાણ કરી તમામ મો.સા. રંગપુર પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.આમ, છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બી. દ્રારા દાહોદ, છોટાઉદેપુર તેમજ ભરૂચ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરાયેલ પાંચ મોટર સાયકલ સાથે પાંચ વ્યક્તિઓની અટકાયત કરી વાહન ચોરીના ૩ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.

છોટાઉદેપુર ઇકબાલ શેખ
9998792233

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY