દુષ્કર્મ ઘટના મામલે સરકારનો ચીફ જસ્ટિસને પત્ર, ફાંસીની સજાની માંગ

0
7

૨૮ સપ્ટેમ્બરના રોજ હિંમતનગરના ઢુંઢર ગામમાં અનુપમ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિકે સવા વર્ષની બાળકીને રમાડવાના બહાને લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચરી ખેતરમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં આરોપી પ્રત્યે ફિટકારની લાગણી વરસી રહી છે. તેમજ આરોપીને સજા અપાવવાને લઈ ઠાકોર સમાજ દ્વારા પણ માંગણી કરવામાં આવી રહી છે. જેને પગલે રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે. આ પત્રમાં ઢુંઢરના એક અને સુરતના બે દુષ્કર્મ કેસમાં એક મહીનામાં જ સજા આપવાની માગ કરવામાં આવી છે. તેમજ દુષ્કર્મના આરોપીને ફાંસી સુધીની સજા આપવાની માગ કરી છે.
હિંમતનગરના ઢુંઢર ગામે થયેલા દુષ્કર્મ અંગે પીડિત બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, અમે ઢુંઢર ગામ ખાતે સાળાના ઘરે ગયા હતા જ્યાં તેમની ચાની કીટલી છે અને તેની સામે ફેક્ટરી આવેલી છે. મારી દીકરી અન્ય ત્રણ બાળકો સાથે ચાની કીટલી પાસે ખાટલામાં સૂતી હતી. સાંજે સાડા પાંચ વાગ્યે આ મજૂર ચા પીવા કીટલી પર આવ્યો હતો, ત્યારે તે મારી દીકરીને ઉપાડીને લઈ ગયો હતો. લાંબા સમય સુધી દીકરી નહીં મળતાં અમે શોધખોળ શરૂ કરી હતી, જેમાં મારી દીકરી ફેક્ટરી પાસેની ઝાડીમાંથી મળી આવી હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં ૨૯ સપ્ટેમ્બરના રોજ શ્રમજીવી પરિવારની એક ૫ વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બની હતી. હેવાનિયતની હદ વટાવી દે તેવી આ ઘટનામાં બાળકીના ગુપ્તાંગમાં અનેક જગ્યાએ ઇજાના નિશાન હતા અને લોહીલુહાણ થઇ ગઇ હતી. બાળકીને સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.
૨૯ સપ્ટેમ્બરની બપોરે સાડા બાર એક વાગ્યાના અરસામાં નવાગામ-ડિંડોલી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકી ગુમ થઈ હતી. આ બાળકીની માતા તેના અન્ય સંતાનને શાળાએ લેવા ગઈ તે વખતે આ બાળકી અને અન્ય એક સંતાન ઘરે હતાં. તેના અન્ય સંતાનને પૂછ્યું તો પાડોશી મામા સાથે બહેન ગઈ છે તેમ કહ્યું હતું. આ સાથે જ પરિવારજનો મામાને શોધવાના કામે લાગ્યા હતા. કલાકોની જહેમત બાદ દારૂ પી લથડિયા ખાતી હાલતમાં પાડોશી મામો મળી આવ્યો હતો. જેને પરિવારજનોએ માર મારી બાળકી અંગે પૂછપરછ કરી હતી. તે વખતે પોતે કાંઈ જાણતો ન હોવાનું રટણ આ યુવાને કર્યું હતું. આખરે તેને પોલીસને હવાલે કરાયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY