: ચોટીલા પ્લોટ વિસ્તાર વાળી શેરીના અંદરના ભાગે જાહેરમા અમુક ઇસમો સ્ટ્રીટ લાઇટના અજવાળે તીન પત્તીનો પૈસા પાના વડે જુગાર રમતા જુગારીઓને પકડી પાડતી ચોટીલા પોલીસ .

0
301

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ દ્વારા જિલ્લાની પોલીસને દારૂ / જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લાના જુગારીઓ પર વોચ રાખવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને જૂગારના કેસો શોધી કાઢી, જુગારની બદી નાબૂદ કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.

લીંબડી ડિવિઝનના ડી.વાય.એસ.પી. શ્રી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. પી.ડી.પરમારની સુચનાથી તેઓની સાથે પો.કોન્સ.દેવરાજભાઇ મગનભાઇ તથા ભીખાભાઇ ગંગારામભાઇ તથા ભરતભાઇ જાગાભાઇ તથા રાયધનભાઇ તથા પો.હેડ કોન્સ. ફારૂકભાઇ ઉસ્માનભાઇ તથા દેવાભાઇ રબારી તથા વુ.પોલીસ કોન્સ. શિલ્પાબેન ટીડાભાઇ વિગેરે સ્ટાફના માણસો પેટોલીંગમાં હતા. દરમ્યાન પો.હેડ.કોન્સ વિજયસિંહ ખુમાનસિંહ સોલંકીને ખાનગીરાહે હકીકત મળેલ કે ચોટીલા પ્લોટ વિસ્તાર વાળી શેરીના અંદરના ભાગે રમેશભાઇના મકાન પાછળ જાહેરમા અમુક ઇસમો સ્ટ્રીટ લાઇટના અજવાળે તીન પત્તીનો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે.

જેથી મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત પો.સ્ટાફ સાથે રેઇડ કરતા આરોપીઓ ::- (૧) ભરતભાઇ મનસુખભાઇ અઘારા જાતે ચુ.કોળી ઉવ.૩૭ રહે.ચોટીલા મફતીયાપરા નીશાળની બાજુમાં (૨) ભરતભાઇ કમાભાઇ ધલવાણીયા જાતે ત.કોળી ઉ.વ.૩૪ રહે. ચોટીલા ટોકિઝ પાછળ (૩) ઘનશ્યામભાઇ ભીમાભાઇ જાબુકિયા જાતે ત.કોળી ઉ.વ.૩૨ રહે. ચોટીલા ટોકિઝ સામે (૪) રાહુલભાઇ ચમનભાઇ ચૌહાણ જાતે રાવળદેવ ઉવ.૨૪ રહે.ચોટીલા મફતીયાપરા નીશાળની બાજુમાં (૫) રાવજીભાઇ સોમાભાઇ ચૌહાણ જાતે મલ ઉ.વ.૨૨ રહે. ચોટીલા પંચનાથ મંદિર પાસે (૬) બુધાભાઇ મનુભાઇ પલાળીયા જાતે ત.કોળી ઉ.વ.૩૨ રહે. ચોટીલા ટોકિઝ સામે તથા ત્રણ મહિલા મળી કુલ ૯ (નવ) આરોપીઓ પાસેથી ગંજીપાના નંગ-૨૫ તથા મોબાઇલ ફોન નંગ-૯ જેની કિ.રૂ.૧૮૦૦૦/- તથા રોકડા રૂ.૬૨૦૦૦ /- જે કૂલ કિ.રૂ.૮૦,૦૦૦/-ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરૂધ્ધ પો.હેડ.કોન્સ વિજયસિંહ ખુમાનસિંહ સોલંકીએ સરકાર તરફે ફરીયાદ નોંધાવી, આગળની તપાસ પો.હેડ.કોન્સ વિજયસિંહ ખુમાનસિંહ ચલાવી રહેલ છે.

રિપોટર્ : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY