મોરબીના પીપળી ગામે રહેતા ૭૦ વર્ષીય પટેલ વૃદ્ધને એક ઇસમેં મોટરસાયકલમાં લીફ્ટ આપ્યા બાદ અવાવરૂ જગ્યાએ લઇ જઈને છરી બતાવી વૃદ્ધ પાસેથી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી આરોપી નાસી ગયો હોય જે મામલે ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો છે
મૂળ મોરબીના રાજપર કુંતાસી ગામના રહેવાસી અને હાલ પીપળી ગામે રહેતા વલમજીભાઈ મોતીભાઈ પનારા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે વિરાટનગર નજીક અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે અને રોજ એસટી બસમાં પોતાના ગામથી દુકાને પહોંચતા હોય જોકે ગઈકાલે તેઓ બસ ચુકી ગયા હતા અને એક અજાણ્યો મોટરસાયકલ ચાલકે તેને દુકાને છોડી દેવાનું કહીને લીફ્ટ આપી હતી અને બાદમાં બેલા ગામ નજીક ખોખરા હનુમાન તરફ જવાના રસ્તે આરોપીએ મોટરસાયકલ ઉભું રાખી વૃદ્ધને ફડાકો ઝીંકી દઈને છરી બતાવી હતી અને ફરિયાદી વૃદ્ધ પાસે રહેલ પાકીટ અને મોબાઈલ આપી દેવા જણાવ્યું હતું
જેથી વૃદ્ધે પાકીટ જેમાં આધારકાર્ડ, ચુંટણીકાર્ડ તેમજ ૨૧ હજાર રોકડ અને એક મોબાઈલ ૧૦૦૦ કિમતનો એમ ૨૨ હ્જારની મત્તાની લૂંટ ચલાવી આરોપી નાસી ગયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું જે ફરિયાદ બાદ તાલુકા પોલીસે પીપળી રોડ પરથી આરોપી જાવીદશા હુશેનશા શાહમદાર રહે મોરબી વાળાને ઝડપી લીધો છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





