નર્મદા,
રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજે નર્મદા જિલ્લાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ બે શાળામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી હતી. આ સમયે પાસ નેતા હાર્દિક પટેલના નિવેદન પર ટોણો મારતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી નહીં પણ પરિસ્થિતિ જોતા હાર્દિકે રાજીનામું આપવું પડશે.
રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યુ હતુ કે, સવર્ણ અને દલિત તેમજ આદિવાસી સમાજને એકબીજા વિના નહીં ચાલે. અને કેટલાક લોકો નેતા બનવા માટે સમાજા વચ્ચે ખીણ ઉભી કરી રહ્યા છે. ગુરૂવારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે જિલ્લામાં મોટાભાગના શિક્ષકો દારૂ પીવે છે અને જુગાર રમે છે. જે અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, સાંસદ મનસુખ વસાવા ખોટા છે. એમની પાસે કોઈ શિક્ષક દારૂ પીતા હોય તેવી માહિતી હોય તો તંત્રને આપવી જાઈએ. તો છોટાઉદેપુરમાં શાળાને તાળાબંધી બાબતે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતુ કે, શાળા પ્રવેશ થવા દેવો જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



