આતંકી હાફિઝ સઈદે વીડિયો શેર કરી કાશ્મીર રાગ છેડી આતંકીઓને શુભેચ્છા પાઠવી

0
16

ન્યુ દિલ્હી/ઈસ્લામાબાદ,
ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદે ફરી એક વખત ઈદના પવિત્ર તહેવાર પર ઝેર ઓક્યું છે. મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝે ઈદના અવસર પર એક વિડીયો જાહેર કરી કાશ્મીરનો રાગ છેડ્યો છે અને સાથે આતંકીઓને પણ શુભેચ્છા પાઠવી છે.
આતંકી હાફિઝે ઈદ પર વિડીયો જાહેર કર્યો જેમાં જમ્મુ-કાશ્મીરની સાથે સાથે મ્યાનમાર અને ફિલિસ્તીનમાં લડી રહેલા આતંકીઓને ઈદની શુભેચ્છા પાઠવી છે. આશરે ૬ મિનિટના આ વિડીયોમાં હાફિઝે કાશ્મીર, બર્મા અને ફિલિસ્તીનમાં આતંકીઓને ભડકાવવા માટે આઝાદીના સપના દેખાડવાનું નાપાક કૃત્ય કર્યું છે.
આ વિડીયોમાં આતંકી હાફિઝ સઈદ કહી રહ્યો છેકે, ઈન્ડીયન આર્મી પર પથ્થરમારો કરનાર કાશ્મીરના તમામ ભાઈઓ અને બહેનોને ઈદની શુભેચ્છા પાઠવું છું. ઝેર ઓકતાં તેને કહ્યુ કે, ભારતીય મુસલમાનોનું ગાયના નામ પર હત્યા કરવામાં આવી રહી છે.
પોતાના વિડીયોમાં હાફિઝે મ્યાનમારના આતંકીઓ અંગે વાત કરતાં કહ્યુ કે, હું કાશ્મીર માફક મ્યાનમારના મસરૂમ મુસ્લમાનોને પણ ઈદની શુભેચ્છા પાઠવું છું. ફિલિસ્તીન માં જે હત્યા થઈ અને ઈજાગ્રસ્ત થાય છે, હું તે તમામને ઈદની શુભેચ્છા પાઠવું છું. આ દરમિયાન હાફિઝે અમેરિકાને પણ ટાર્ગેટ કર્યું હતું અને વિડીયોમાં કÌšં કે, અમેરિકાએ ઘણી ચાલાકીથી જેરૂશલમમાં પોતાનું દૂતાવાસ બનાવવાનો નિર્ણય કર્યો છે અને તેના પછી મુસ્લામાનોનું કત્લેઆમ થયું છે.
આ મામલે ભારતીય રક્ષા વિશેષજ્ઞ જીડી બખ્શીએ કહ્યુ કે, હાફિઝનું નિવેદન માત્ર એક સપનું છે. જા કે તેમને આ માટે કાશ્મીરમાં એક પક્ષીય યુદ્ધવિરામને પણ જવાબદાર માન્યું છે. તેમને કહ્યુ કે, એક તરફથી યુદ્ધવિરામની જાહેરાત થવાના કારણે હાફિઝ આઝાદીના સપનાં જાવા લાગ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY