છુટાછેડા થતા યુવકે યુવતીના ફોટા ફેસબુક પર મુકી દીધા

0
223
મિત્રતા પ્રેમમાં પરિણમી લગ્ન બાદ સંબંધીઓએ સંમતિ ન આપતા

બીજા લગ્ન કરનારી યુવતી સાસરીમાં બદનામ થઈ જતા અંતે ફરિયાદ નોંધાવી

સાબરમતી વિસ્તારમાં રહેતી એક યુવતીને વિજાપુરમાં આર્કિટેકટનું કામ કરતા યુવક સાથે મિત્રતા થયા બાદ પ્રેમ થઈ જતા તેમણે કોર્ટ મેરેજ કરી લીધા હતા. જોકે બન્નેએ તેમના ઘરે આ અંગે જાણ કરી ન હતી. બાદમાં બન્નેએ ઘરે વાત કરતા તેમને સંમતી ન મળતા છુટાછેડા લઈ લીધા હતા અને યુવતીએ બીજા લગ્ન કરી લીધા હતા. જોકે યુવકે ફેસબુક પર યુવતીના ફોટા અને ડિવોર્સ પેપર શેર કરી દીધા હતા. જેને પગલે આરોપીએ બદનામી કરતા અંતે યુવતીએ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વિગત મુજબ સાબરમતી વિસ્તારમાં રહેતી અને એક હોસ્પિટલમાં કામ કરતી આ યુવતી ૨૦૧૫ ની સાલમાં વિજાપુરમાં રહેતી હતી ત્યારે વિજાપુરમાં જ આર્કિટેક્ટનું કામ કરતા ભાવેશ લક્ષ્મણભાઈ પંડયા સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બન્ને ફેસબુક પર એકબીજા સાથે ચેટીંગ કરતા હતા. જેમાં તેમની વચ્ચે પ્રેમ પાગર્યો હતો. અંતે બન્નેએ ઓક્ટોબર ૨૦૧૫ માં કોર્ટમેરેજ કરી લીધા હતા.જોકે બન્નેએ એકબીજાના ઘરે જાણ કરી ન હોવાથી બહાર જ મળતા હતા. દરમિયાન ડિસેમ્બર ૨૦૧૬માં બન્નેઓ તેમના ઘરે જાણ કરતા ઘરવાળાઓએ સંમતી ન આપતા તેમણે છુટાછેડા લઈ લીધા હતા. એપ્રિલ ૨૦૧૭ માં યુવતીએ જ્ઞાાતિના રીતરિવાજ મુજબ સાબરમતી વિસ્તારમાં જ રહેતા એક યુવક સાથે લગ્ન કર્યા હતા. બીજીતરફ લગ્ન બાદ ફેસબુક વેબસાઈટ પર યુવતીના ફોટા અપલોડ કરી તેમજ યુવતીના નામનો ઊપયોગ કરીને એક ફેક એકાઊન્ટ અને ઈન્સ્ટ્રાગ્રામ વેબસાઈટ પર ફેક આઈડી બનાવેલું હતું. આ આઈડી પર યુવતી અને તેના સંબંધીની દિકરીના ફોટા મુકવામાં આવ્યા હતા. આ બન્ને આઈડી મારફતે યુવતીના સંબંધીઓ ભાવેશ પંટયાના લગ્ન વિશે વાતો કરવામાં આવતી હતી. યુવતી અને ભાવેશના ડિવોર્સ બાબતના પેપર પણ આ ફેસબુક આઈડીના ધારકે શેર કરી દીધા હતા. આથી યુવતીએ પ્રથમ પોલીસને તપાસ માટે અરજી આપી હતી. દરમિયાન યુવતીના એક સંબંધીના ફોન પર ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે પોતે ભાવેશ પંડયા સિંગાપોરથી બોલતો હોવાનું જણાવીને તે મારો સંસાર બગાડયો છે જેથી અમદાવાદ આવીને તને પહેલા જાનથી મારી નાંખીશ, એવી ધમકી આપી હતી. આ વાત યુવતીને તેના સંબંધીએ જણાવી હતી. પોલીસે અરજીને આધારે તપાસ કરતા આ આઈડી વિજાપુરમાં શ્યામવિહાર સોસાયટીમાં રહેતા ભાવેશ પંડયાનું હોવાનું બહાર આવ્યું હતું. યુવતીએ આ અંગે સાયબર ક્રાઈમ સેલમાં ભાવેશ પંડયા સામે ગુનો નોંધાવ્યો હતો. ઊપરાંત ફરિયાદમાં જણાવ્યું હતું કે ભાવેશે તેના મિત્ર પરેશકુમાર દલસુખભાઈ પટેલના ઈન્ટરનેટ કનેક્શનનો ઊપયોગ કરીને આઈડી બનાવ્યું હતું. આમ યુવતીના બીજા લગ્ન તોડી નાંખવાના ઈરાદા અને સાસરીમાં બદનામી કરવા આરોપીએ આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY