ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી દ્ધારા નડિયાદમાં ત્રિદિવસીય શાસ્‍ત્રીય નૃત્‍ય અને પરંપરાગત લોકનૃત્‍ય તાલીમ શિબિરનો પ્રારંભ

0
73

શાસ્‍ત્રીય નૃત્‍ય અને પરંપરાગત લોક નૃત્‍ય ભારતીય સંસ્‍કૃતિની ધરોહર છે- સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ

ગુજરાતની સંસ્‍કૃતિ દેશ-વિદેશમાં નામના મેળવે તે માટે રાજય સરકાર યુવા કલાકારોને તાલીમ આપી રહી છે- ચેરમેનશ્રી પંકજભાઇ ભટ્ટ

નડિયાદ-શુક્રવારઃ- ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને મહાકાળી પરફોમીંગ આર્ટસના સંયુક્ત ઉપક્રમે નડિયાદ ખાતે ત્રિદિવસીય શાસ્‍ત્રીય નૃત્‍ય તથા પરંપરાગત લોકનૃત્‍ય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ શિબિરને ખુલ્‍લી મુકતા શ્રી સંતરામ મંદિર, નડિયાદના મહંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે જણાવ્‍યું કે, શાસ્‍ત્રીય નૃત્‍ય અને પરંપરાગત લોકનૃત્‍ય ભારતીય સંસ્‍કૃતિની ધરોહર છે. બાળકોને નાનપણથી જ આ તાલીમ આપવામાં આવે તો બાળકોનું વ્‍યક્તિત્‍વ સોળે કળાએ ખીલે છે અને બાળકોનો સર્વાગી વિકાસ થાય છે. રાજય સરકારના આવા પ્રયત્‍નોમાં વધુને વધુ બાળકોએ ભાગ લેવો જોઇએ તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન શ્રી પંકજભાઇ ભટ્ટએ જણાવ્‍યું હતું કે, ભારતીય સંસ્‍કૃતિની ભવ્‍યતા ખુબજ છે. તેને અનેક સ્‍વરૂપે રજૂ કરી શકાય છે પરંતુ શાસ્‍ત્રીય નૃત્‍ય અને પરંપરાગત લોકનૃત્‍ય દ્ધારા આ સંસ્‍કૃતિને સરળતાથી રજૂ કરી શકાય છે અને રજૂઆત કરનાર કલાકારને પણ એક અલગ પ્રકારનો આનંદ આત્‍મવિશ્વાસ આવે છે. ગુજરાતની સંસ્‍કૃતિ દેશ-વિદેશમાં નામના મેળવે તે માટે રાજય સરકાર દ્ધારા યુવા કલાકારોને તાલીમબધ્‍ધ કરવામાં આવી રહયા છે. આ શિબિરમાં નિષ્‍ણાંતો દ્ધારા તાલીમ આપવામાં આવી રહી છે. જેથી તાલીમાર્થીઓ સરળતાથી આ સંસ્‍કૃતિ શીખે છે અને તેના દ્ધારા ભારતીય સંસ્‍કૃતિનો વ્‍યાય વધે છે. રાજય સરકાર યુવા કલાકારો માટે વિવિધ પ્રકારની અદ્યતન સુવિધાઓ પુરી પાડી રહી છે.

સંગીત નાટક અકાદમીના સભ્‍ય સચિવ શ્રી જે.કે.ભટ્ટએ જણાવ્‍યું હતું કે, ૮૦ થી વધુ તાલીમાર્થીઓએ આ શિબિરમાં ભાગ લીધો છે. તે બતાવે છે કે, યુવા કલાકારો ભારતીય સંસ્‍કૃતીને આગળ લઇ જવા ઉત્‍સાહિત છે. રાજય સરકાર પણ આ શિબિરાર્થીઓ માટે અદ્યતન તાલીમ અને વિશેષજ્ઞોનો લાભ આપી રહી છે. હજુ વધુમાં વધુ બાળકો આવી શિબિરમાં ભાગ લે તે માટે યુવાઓને પ્રોત્‍સાહિત કર્યા હતા.

લોક ગાયક શ્રી નિર્મળદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, સમગ્ર દેશમાં નડીયાદની ભૂમિ અને શ્રી સંતરામ મંદિરની તપોભૂમિ જ આવા ભારતીય સંસ્‍કૃતિની ધરોહરને આગળ ધપાવવા પ્રયત્‍નશીલ છે ત્‍યારે સંસ્‍કૃતિની સાથે સાથે આધ્‍યાત્‍મનો પણ અનેરો સમન્‍વય થયો છે.

આ શિબિરમાં ગુજરાતભરમાંથી ૮ વર્ષથી લઇ ૩૫ વર્ષ સુધીના વિવિધ શહેરોની નૃત્‍યાંગનાઓએ ભાગ લીધો છે. જયારે કાર્યક્રમમાં સહભાગી મહાકાળી પરફોર્મીંગના શ્રી પ્રણવ સાગરએ કાર્યક્રમને સફળ બનાવવા અથાગ પ્રયત્‍નો કર્યા છે. કાર્યક્રમને શ્રી સંતરામ મંદિરનો વિશેષ સહયોગ પ્રાપ્‍ત થયો છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજય સંગીત અકાદમીના આસી.ડાયરેક્ટર શ્રીમતી કૃપાબેન રાવલ, જિલ્‍લા રમત-ગમત અધિકારી શ્રી અજીતભાઇ ચૌધરી, શ્રી દિપકભાઇ શાહ, શ્રી નિયતિબેન દવે, કથ્‍યકના પ્રોફેસર શ્રી નલીનીબેન, શ્રી આશીષભાઇ, શ્રી સતિષભાઇ દવે, શ્રી પ્રફુલભાઇ પટેલ અને શહેરના સંગીત પ્રેમીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY