જુનાગઢ,તા.૯
વેરાવળમાં રહેતા અને બાંટવા પીજીવીસીએલ સર્કલમાં ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં વર્ગ-૪નાં કર્મચારી પાસે તેની આવકનાં પ્રમાણમાં ૮૯.૧૨ ટકા વધુ મિલ્કત હોવાનો કેસ એસીબીએ કર્યો છે. ફરિયાદમાં તેમની પાસે રૂ.૧ કરોડથી વધુનીમિલકત હોવાનું જણાવાયું છે.
એસીબી દ્વારા સરકારી અધીકારીઓ અને કર્મચારીઓ દ્વારા અન્ય વ્યકિતઓ અને સગા-સંબંધી મિત્રોનાં નામે મિલકતોમાં રોકાણ અંગેનાં કેસો કરાયાં છે. જેમાં બાંટવા વીજ સર્કલમાં ફરજ બજાવતાં વર્ગ-૪ નાં ઇલેકટ્રીક આસીટન્ટન્ટ ભરતભાઇ સાજણભાઇ ગરચરનો પણ સમાવેશ થાય છે. જૂનાગઢ એસીબીનાં આસી. ડાયરેકટર બી.એલ.દેસાઇએ તેમની સામે તપાસ શરૂ કરી છે. એસીબીએ ૫ મહિનાથી તપાસ હાથ ધરી છે
તેમની સામે એસીબીએ ૫ માસથી હાથ ધરેલી તપાસમાં રૂ.૧,૦૩,૨૨,૫૯૭ ની બેનામી મિલકતો હોવાનું જણાયું હતું. તેમની પાસે ઓડી, ફોર્ચ્યુનર, એન્ડેવર, ઇનોવા અને મર્સીડીઝ જેવી કાર પોતાનાં નામે છે. આ ઉપરાંત તેમના ફોટોગ્રાફનાં આધારે સોનાના ઘરેણામાં પણ રોકાણ કર્યુ હતું તો તેમનાં બેંક એકાઉન્ટમાં રૂ.૬૫,૮૦,૨૦૦ જેવી રોકડ જમા કરાવી હતી. જે પૈકી ૫૬,૨૩,૨૦૦ રૂ.નોટબંધી જાહેર થયાના સમય પછી ફક્ત ૩ વર્ષનાં સમયમાં બેંક ખાતામાં જમા કરાવ્યાં હતાં. આ અંગે તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


