અમદાવાદ,તા.૨૧
પાસના પૂર્વ ક્નિવનર રેશ્મા પટેલને ભાજપમાં જાડાયાને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ પૂરું થતાં રેશ્મા પટેલા સોશિયલ મીડિયા મારફતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. પત્રમાં રેશ્મા પટેલે લખ્યું છે કે ત્રણ વર્ષ પહેલા પાટીદાર આંદોલન વખતે માર્યા ગયેલા પાટીદાર યુવકોનાં પરિવારજનોને હજુ સુધી નોકરી મળી નથી. આમ રેશ્મા પટેલે ભાજપમાં જ રહીને પોતાના પક્ષ સામે બળાપો કાઢ્યો છે. નોંધનીય છે કે ભાજપ સાથે જાડાયા પહેલા તેઓ પાસના સક્રિય કાર્યકર હતા.
ભાજપ પાટીદાર સમાજની માંગણી પૂરી કરશે તેવી માંગણી સાથે રેશ્મા પટેલ પક્ષમાં જાડાયા હતા. જાકે, હવે તેમના પત્ર પરથી સ્પષ્ટ થાય છે ભાજપે જે તે સમયે રેશ્મા પટેલને જે વચનો આપ્યો હતા તે પૂરા થયા નથી. રેશ્મા પટેલના બળાપા બાદ શિસ્ત માટે જાણીતી ભારતીય જનતા પાર્ટી તેમની શું પગલાં લે છે તે જાવાનું રહ્યું. એટલું જ નહીં રેશ્મા પટેલ પણ ભાજપ સાથે પોતાનું જાડાણ ચાલુ રાખે છે ક પછી પક્ષને રામરામ કરશે એ પણ આગામી સમયમાં માલુમ પડશે.
આદરીય મુખ્યમંત્રી સાહેબ, ૨૧મી ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ હું ભાજપ સાથે જાડાઈ હતી. આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે. હું સરકારનું ધ્યાન દોરવા માગું છું કે જે તે સમયે હું અમુક શરતો સાથે ભાજપમાં જાડાઈ હતી. પાટીદારના શહીદ યુવકોના પરિવારજનોને નોકરી આપવાની મહત્વની માંગ આજ દિવસ સુધી પૂરી કરવામાં નથી આવી. આ વાતને હું મારી ફરજ સમજીને સરકાર સમક્ષ મૂકી રહી છું. સાથે જ વિનંતી કરું છું કે સરકાર આ માંગણીને પૂરી કરે.”
“જ્યારે પણ સમય મળ્યો ત્યારે હું નેતાગણ સામે મારા સમાજની આ માંગણી પૂરી કરવાની દરખાસ્ત મૂકતી રહી છું, પરંતુ ખૂબ દુઃખની લાગણી સાથે મારે લખવું પડે છે કે અત્યાર સુધી ફક્ત એક શહીદ પરિવારને નોકરી મળી છે. અન્ય પરિવારો નોકરીથી વંચિત છે. શહીદ પરિવારને નોકરી આપવા માટે એક વર્ષનો સમય પૂરતો છે. એક વર્ષમાં તમામ પરિવારને નોકરી મળવાની પ્રક્રિયા પૂરી થઈ જવી જાઈતી હતી. હું સરકારને વિનંતી કરું છું કે આ પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામાં આવે. જેના કારણે હકદાર લાભાર્થીને નોકરીનો લાભ મશે. જય હિન્દ.”
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




