સુરત,તા.૧૭
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તંદુરસ્ત શક્તિશાળી અને સશક્ત ભાવિ પેઢીના નિર્માણથી ગુજરાતને કુપોષણમુકત રાજ્ય બનાવવાની કટિબદ્ધતા વ્યકત કરી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, પોષણક્ષમ પૂરક પોષક આહાર બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓને પૂરો પાડીને રાજ્યની ભાવિ પેઢી દુનિયાના પડકારો ઝિલવા સક્ષમ બનાવવી છે. વિજયભાઇ રૂપાણીએ સુરતની સુમૂલ ડેરી દ્વારા રૂ. પપ કરોડના ખર્ચે નિર્ણય પોષક આહાર ટેક હોમ રાશન પ્લાન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૬૮મા જન્મદિવસ અવસરે ઉદઘાટન કર્યુ હતું.
વિજયભાઈએ કહ્યુ કે, કુપોષણ સમાજનું કલંક છે અને ગુજરાતે નરેન્દ્રભાઇના નેતૃત્વમાં પોષણક્ષમ ભારતના નિર્માણ માટે રાજ્યમાંથી કુપોષણને નેસ્તનાબૂદ કરવાનો જંગ દૂધ સહકારી સંઘો કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના સહયોગથી ઉપાડયો છે.મુખ્યમંત્રીએ ગુજરાતમાં ડેરી અને પશુપાલન ઊદ્યોગની જે અવદશા ભૂતકાળમાં કોંગ્રેસી શાસકોએ કરેલી તેની આલોચના કરતા ઉમેર્યુ કે, ડેરીઓનો વિકાસ રૂંધાય એવા તેમના પ્રયાસો રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન દૂધ સહકારી ડેરીઓ અને પશુપાલકોને પ્રોત્સાહનો આપી ડેરી ઊદ્યોગને ધમધમતો કર્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું.
વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યુ કે, ગુજરાતમાં ઘી-દૂધની નદીઓ વહે તેવા સપનાને સાકાર કરવા પશુપાલકો દૂધ ઉત્પાદકો અને ડેરી ઊદ્યોગના વિકાસને આ સરકારે પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના સહયોગથી રાજ્યની મોટી ડેરીઓએ કુપોષણ સામેની લડાઇમાં ટેક હોમ રેશન પોષક આહારના ઉત્પાદનથી જે સહયોગ કર્યો છે એનો તેમણે આભાર વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ સુરતની સૂમૂલ ડેરીએ રૂ. પપ કરોડના ખર્ચે ટેક હોમ રેશન પ્લાન્ટથી પોષણયુકત આહાર પ્રોસેસ કરીને આંગણવાડીઓ, સગર્ભા-ધાત્રી માતાઓને પહોચાડવાનો જે સંકલ્પ કર્યો છે તે અભિનંદનીય છે એમ તેમણે કહ્યુ હતું.
રાજ્ય સરકારે કુપોષણમુકતિ માટે રૂ. ર૮૦૦ કરોડ જેટલું બજેટ ફાળવ્યું છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ આવનારા દિવસોમાં ખેડૂત, આદિવાસી-વનબંધુ, સાગરખેડૂ, દલિત-શોષિત, વંચિતોને ‘સૌના સાથ સૌના વિકાસ’ના મંત્રથી વિકાસમાં જાડીને સમૃધ્ધ-સશકત ગુજરાતની નેમ પણ દર્શાવી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કેરાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અને સુપ્રિમ કોર્ટના આદેશ મુજબશ પૂરક પોષક આહાર ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓ અને કિશોરીઓને પૂરો પાડવા ગુજરાતમાં પારદર્શી પધ્ધતિ વિકસાવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





