ડોન દાઉદનો કોલ ટ્રેસ કરનાર હેકર મહેસાણાથી ઝડપાયો

0
29

મહેસાણા,તા.૧૧
આજના યુગમાં લોકો ઇન્ટરનેટના દિવાના થઇ ગયા છે. સોશિયલ મીડિયા વગર આજની પેઢી જીવનની કલ્પના પણ કરી શકે નહી. ઇન્ટરનેટનો વ્યાપ વધતા સાયબર ગુનાઓમાં પણ વધારો થયો છે. જેમ જેમ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ પોતાની સગવળતા ખાતર કરે છે. તેમજ એક બટન દબાવતા લાખો રૂપિયા દુનિયાના કોઇપણ ખૂણામાં ટ્રાન્સફર કરી શકાય છે.
આ બધી સગવળ તો મળી છે પણ સાથે સાથે તેને હેક કરનારા હેકર્સનો પણ વધારો થયો છે. હેકર્સ પાસવર્ડ હેક કરી લાખો રૂપિયાથી લઇ કરોડ સુધીનું ચીટીંગ કરી શકે છે. તાજેતરમાં ગુજરાતના મહેસાણામાં આવો જ એક હેકર્સ પકડાયો છે.
ઇન્ટરનેટની દુનિયામાં હેકર તરીકે જાણીતો મહેસાણાનો એક હેકર પોલીસના સકંજા આવ્યો છે. આ હેકર પોતાની આ કળાથી ગમે તેવી વેબસાઈટને પણ હેક કરી શકતો હતો. પણ તેણે પોતાના જ્ઞાનને ગેરમાર્ગે વાપર્યું અને હેકરમાંથી ચીટર બની ગયો હતો.
એક સમયે દાઉદ ઇબ્રાહિમનો કોલ ટ્રેસ કરીને તેને દાવો કર્યો હતો કે કેટલાક રાજકીય નેતાઓ દાઉદ સાથે સતત સંપર્કમાં છે. આવો ઘટસ્ફોટ કર્યા બાદ કેટલાક રાજકીય નેતાઓની ઉંઘ તેણે ઉડાવી દીધી હતી. આટલો માસ્ટર માઇન્ડ હેકરને આખરે મહેસાણા પોલીસે ચીટીંગના કેસમાં જેલના સળીયા ગણતો કરી દીધો છે. તેમજ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY