સુરતમાં બદામ શેકમાંથી વંદો નીકળતાં ખળભળાટ મચ્યો

0
182

આઈસ્ક્રીમના દુકાનમાલિકે પોતાની ભૂલ સ્વીકારી
સુરત,તા.૮
આરોગ્ય વિભાગની નિષ્ક્રિય કામગીરીના પગલે શહેરના ખાણીપીણીથી લઈ આઈસ્ક્રીમનું વેચાણ કરતા વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચેડા કરી રહ્યા છે. જ્યાં સુરતના ઉધના વિસ્તારમાં આવો જ કંઈક કિસ્સો સામે આવ્યો છે.
ઉધના વિસ્તારમાં હરીનગર ખાતે આવેલ જનતા આઈસ્ક્રીમ દુકાનની આ ઘટના છે. જ્યાં ઉધના વિસ્તારમાં જ રહેતાં હિતેશભાઈ નામના વ્યક્તિના ત્યાં મિત્રના બર્થ ડેની પાર્ટી રાખવામાં આવી હતી.
મિત્રના બર્થ ડેની પાર્ટી હોય હિતેશભાઈ હરીનગર રોડ પર આવેલ જનતા આઈસ્ક્રીમ પર પોહચ્યા હતા અને અગિયાર ગ્લાસ બદામ શેકની ખરીદી કરી હતી. જે બાદ તેઓ ઘરે પોહચ્યા હતા. ઘર પોહચેલા હિરેશભાઈએ ગ્લાસ ખોલતા અગિયાર પૈકીના ત્રણ ગ્લાસમાંથી વંદા નિકળી આવ્યા હતા.
જે જોઈ અન્ય મિત્રો પણ ચોંકી ઉઠયા હતા. હિતેશભાઈ તુરંત જ વંદા પડેલ બદામ શેકના ત્રણે ગ્લાસ લઈ જનતા આઈસ્ક્રીમ પર પોહચ્યાં હતા. જ્યાં તેમણે દુકાનદાર સામે ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો. હિતેશભાઈએ આ મામલે આરોગ્ય વિભાગને જાણ કરવાની દિશામાં પણ તૈયારી બતાવી હતી.
ઘટના બાદ જનતા આઈસ્ક્રીમના દુકાનમાલિકે પણ પોતાની ભૂલ સ્વીકારી હતી. દુકાનદારે જણાવ્યું કે, ભૂલથી બદામ શેકમાં વાંદો પડી ગયો હતો જે નજરે પડ્યો ન હતો.
આજકાલ લોકો આઈસ્ક્રીમ, મિલ્ક શેક તેમજ બદામ શેક જેવી ચીજવસ્તુઓની મજા વધુ માનતા હોય છે. પરંતુ આ કિસ્સો લોકો માટે પણ લાલબત્તી સમાન છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY