ગાંધીનગર,તા.૮
‘ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત’ આ સૂત્ર રાજ્યમાં ખોટું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલ ગુજરાતમાં કથળતા શિક્ષણનો બોલતો પુરાવો સામે આવ્યો છે. આ પુરાવો જોતા એવી લાગી રહ્યું છે કે શું ‘આવી રીતે ભણશે ગુજરાત’.
ઈન્ટરનેશનલ રેન્કિંગમાં રાજ્યના શિક્ષણ સ્તરની પોલ ખુલી છે. દેશની ટોપ ૨૦ યુનિવર્સિટીમાં ગુજરાતની ફક્ત એક યુનિવર્સિટીનો સમાવેશ થયો છે. હાલ દેશની ટોપ યુનિવર્સિટીમાં વડોદરાની m.s. યુનિવર્સિટીનો ૧૦૨ ક્રમે છે. મોભાદાર m.s. યુનિવર્સિટીનો ક્રમ રાજ્યમાં છઠ્ઠો ક્રમે છે, જ્યારે ગુજરાતની GTU યુનિવર્સિટી ૧૬માં ક્રમે રહેલી છે. આ સ્થિતિને જોતા ગુજરાતના શિક્ષણનું સ્તર કેટલી હદે કથળાયેલું છે, તેનો અંદાજ આવી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





