વાશિંગ્ટન,તા.૨૮
અમેરિકાના સિએટલ શહેરમાં નવી બની રહેલી ગૂગલની ઓફિસમાં એક ક્રેન બિલ્ડીંગ પરથી પડ્યું હતું. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. ફાયર વિભાગના અધિકારી હેરોલ્ડ એસ.કે પ્રમાણે, આ ઘટના શનિવારે બપોરે બની હતી. ગૂગલના નવા કેમ્પસનું નિર્માણ કાર્ય હાલ ચાલુ છે. ગૂગલ ઓફિસના નિર્માણકાર્ય માટે આ ક્રેનને ખાસ પ્રકારે લાવવામાં આવી હતી.
શહેરના કેન્દ્રમાં આવેલી ગૂગલ ઓફિસના નિર્માણનું કામ ચાલું છે. જ્યારે ક્રેન બિલ્ડીંગ પરથી પડી તો તેની નીચે ૬ ગાડીઓ દબાઈ ગઈ હતી. આ ઘટનામાં ત્રણ પુરુષો અને એક મહિલાનું મોત થયું છે. જેમાંથી બે આયર્ન વર્કર હતા જ્યારે અન્ય કારમાં બેસેલા હતા.
ઘાયલોમાં એક ૨૭ વર્ષીય પુરુષ અને ૨૫ વર્ષીય મહિલા સાથે એક ચાર મહીનાની બાળકી પણ સામેલ છે. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે વોશિંગ્ટનનો શ્રમ અને ઉદ્યોગ વિભાગ તપાસ કરશે. સિએટલના મેયર જે.ડર્કને કહ્યું કે, શહેર માટે આ દિવસ ભયંકર રહ્યો હતો, પરંતુ આવી દુર્ઘટના ગમે ત્યારે ગમે તેની સાથે ઘટી શકે છે. સિએટલ આ પ્રકારની ઘટનાઓમાં એકજૂથ જોવા મળે છે.
૦
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




