ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા છોકરા ઉપાડી જવાની ખોટી રીતે ફેલાતી અફવાઓ અંગે જાહેર નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી

0
105

ઉપલેટા: રાજકોટ જિલ્લા ગ્રામ્યમાં છેલ્લા કેટલાક સમયથી બાળકો ઉપાડી જવાની ઘટના અંગેની ખોટી અફવાઓએ જોર પકડ્યું છે ત્યારે ઉપલેટા પોલીસ મથકના પીઆઈ એલ.એલ. ભટ્ટ દ્વારા આ અફવાઓનું ખંડન કરવામાં આવ્યુ છે. આ અંગેના કોઈપણ જાતના આધાર પુરાવા મળેલ નથી. માટે આવી ખોટી અફવા ફેલાવવી નહીં કે આવી અફવાઓ થી દૂર રહેવું. જો તમને કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો કાયદો હાથમાં લીધા વગર પોલીસ ને જાણ કરવી. આ અંગે પોલીસ તપાસ કરશે અને જો એ પકડાયેલ લોકો ખરેખર ગુનેગાર હશે તો પોલીસ તેની સામે સખ્ત કાર્યવાહી કરશે. અને જો તમારા બાળકો ઘરની બહાર રમતા હોય તો એ દૂર ના જાય એની તકેદારી રાખવી, તેમજ આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરવી. શોસિયલ મીડિયામાં જો કોઈ વિડિઓ વાયરલ થાય અથવા કોઈ વિડિઓ ધ્યાને આવે તો એ અંગે ખોટો વિશ્વાસ ન કરવો. એ વિડીઓની ખરાઈ કરવી અને આગળ ફોરવર્ડ ના કરવા પણ વિનંતી કરી છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે ખોટી અફવા (વિડિઓ, ફોટા, ઓડિયો કલીપ તથા અન્ય કોઈ મેસેજ) ફેલાવનારની વિરુદ્ધ માં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમો હેઠળ ફરીયાદ (એફઆઈઆર) દાખલ કરવામાં આવશે. અને ખોટી રીતે વિડિઓ વાઈરલ કરનાર કે ખોટી રીતે લોકોને ભડકાવનાર કે ઉશ્કેરનારની વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવામાં આવશે. જેની દરેક નાગરિકોએ ખાસ નોંધ લેવી.

એલ.એલ. ભટ્ટ                                                     પીઆઈ ઉપલેટા પોલીસ સ્ટેશન

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા 9979291598
7716006334

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY